________________ ( 87 ) - વિપ્રને મુંઝવણના મહાસાગરમાં ગળકાં ખાતો જોઈ અંબડે એક અવલંબન ધર્યું. તેણે કહ્યું:–“મારી પાસે અક્ષય લક્ષ્મી આપનારી એક સરસ વિદ્યા છે...” એટલામાં બ્રાહ્મણ બોલી ઉઠ્યો:–“આપણે આપણી . વિદ્યાની અદલાબદલી કરીએ તો કેમ ? " - અંબડને તો એટલું જ જોઈતું હતું. તેણે એ દરખાસ્ત સ્વીકારી લીધી અને વિદ્યાની અદલાબદલી કરી વાળી. પછી બને જણા થોડે દિવસે ચાલતાં ચાલતાં સિંહપુરનગર પાસે આવી પહોંચ્યા. : અંબડે વિચાર કર્યો કે બ્રાહ્મણની સાથે સાથે રહેવાથી કાર્યસિદ્ધિ નહીં થાય. નગરમાં ગયા પછી યુતિ-પ્રયુક્તિ રચવી પડે તેમાં કોઈ ત્રાહિત માણસની દખલગીરી હોય તો રખેને ધણ્યું સેનું ધૂળમાં મળી જાય. તેથી તેણે બ્રાહ્મણને જૂદે રસ્તે જવાનું સૂચવ્યું અને પોતે પણ જૂજ માગે શહેરમાં દાખલ થયા. અંબડે નગરમાં આવી તપસ્વિનીનું રૂપ લીધું, અને જ્યાં ચાર રસ્તા મળતા હતા તેવા એક ચોકમાં આસન જમાવ્યું. મોહિની વિદ્યાના પ્રતાપે ગામનાં માણસે અંબ ઉપર આફરીન થવા લાગ્યાં. તપસ્વિનીએ નગરજનોને સંબો ધીને કહ્યું કે –“હે પુરવાસીઓ ! હું સર્વ પ્રકારનાં નિમિત્તો. તે સમજી શકું છું, કેની કાર્યસિદ્ધિ કયારે અને કેવા પ્રકારે થશે તે હું લીલામાત્રથી કહી શકું છું.” આ વાત ફેલાતી ફેલાતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust