________________ ( 86 ) . . विनयेन विद्या ग्राह्या पुष्कलेन धनेन वा। . अथवा विद्यया विद्या चतुर्थ नैव दृश्यते // : ત્રણ પ્રકારે વિદ્યા મેળવી શકાય. વિનય વડે, પુષ્કળ ધન વડે, અથવા સામી વિદ્યા આપીને. એ સિવાય વિદ્યા પ્રાપ્ત કરવાનો ચોથો મા નથી. " , વિપ્ર મહારાજ આ પ્રશ્ન સાંભળી જર ફેલાઈ ગયા. તેમણે કહ્યું. “અમથા તે કઈ થોડી જ હાલી નીકળે ! મારી પાસે મોહિની વિદ્યા છે એ વિદ્યા આપી તેના બદલામાં પેલી વિદ્યા મેળવી લઈશ.” - “વિદ્યા આપીને વિદ્યા લઈશ એ તો બરાબર છે. પણ એ રાજકન્યા તારૂં મહે જેવા જ નહીં ઈચ્છે તો શું કરશે?” આંબડે બીજી બારીકી શોધી કહાડી, અને તેના ટેકામાં શાસ્ત્રીય લોક પણ ટાંયે કે - : ग्रामो नास्ति कुतः सीमा, पत्नी नास्ति कुतः सुतः प्रज्ञा नास्ति कुतो विद्या, धर्मो नास्ति कुतः सुखं ? ' અર્થાત્ ગામ ન હોય તો હદ તો ક્યાંથી જ હોય? સ્ત્રી ન હોય તો પછી પુત્રાદિ પરિવાર પણ શેનો હોય ? બુદ્ધિ ન હોય તો વિદ્યા આવડે જ શાની અને ધર્મ ન હોય તો પછી સુખની આશા રખાય જ કેમ ? - વિપ્ર મહારાજ મુંઝાયા. તેમણે ટુંકામાં જ જવાબ આપે–“કઈકે પ્રપંચ કરવો પડશે. એ વિના કામ નહીં પડે.” Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.