________________ ( 85) વિગેરે પિતાના પુત્રને સેંપી વનમાં ચાલ્યો ગયો. સાંભળવા પ્રમાણે તેણે પોતાની પુત્રીના આગ્રહને તાબે થઈ પરકાયપ્રવેશિની નામની વિદ્યા પોતાની પુત્રી–હિણને શીખવી છે; એટલું જ નહીં પણ એ વિદ્યા બીજા કોઈ ગમે તેવા માણસને ન શીખવવાનો ખાસ આગ્રહ પણ કર્યો છે. તેમજ પોતાના ભાઈ-ભાંડુ વિના અન્ય કે પુરૂષનું મહેં સુદ્ધાં ન જેવાની એ પુત્રીને ભલામણ કરી છે. તે ઉપરાંત આ વિદ્યા શીખવતી વખતે રાજાએ રેહિણીને કહી રાખ્યું છે કે ભવિષ્યમાં " જેને તું આ વિદ્યા શીખવે તેની જ સાથે તારે પાણિ ગ્રહણ કરવું. " રેહિણીએ રાજીખુશીથી એ પ્રતિજ્ઞા સ્વીકારી છે. હવે તે એ રાજા પોતે કયારનોય મૃત્યુ પામ્યો છે. નગરમાં સમરસિંહની આણ ચાલે છે. રોહિણી પોતાના પિતાની શય્યા સાચવતી બેસી રહે છે અને કઈ વાર પર્વતના શિખરે, કે વાર ગુફામાં તો વળી કોઈ વાર પોતાના મહેલના ખૂણામાં છાનીમાની બેસી પોતાનાં જીવનનાં દિવસે વીતાવે છે. હું પોતે તેની પાસે પેલી પરકાયપ્રવેશિની વિદ્યા શીખવા ત્યાં જઉં છું. - અંબડે એ સર્વ વૃતાન્ત શાંતિથી સાંભળે. અને પછી જાણે કંઈ ઉંડા વિચારમાંથી જાગ્યો હોય તેમ એક પરમ હિતિષી તરીકે પ્રશ્ન :–“એ તો બધું ઠીક, પણ તમારી પાસે એવી કંઈ અલૈકિક વિદ્યા છે કે અમથા જ હાલી નીકળ્યા છો ? શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે:-- - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust