________________ પંચમ આદેશ. શેડા દિવસ પછી ગોરખ યોગિનીએ આ પ્રમાણે પંચમ, આદેશ આપે - સિરાષ્ટ્ર દેશમાં દેવપત્તન નામના શહેરમાં દેવચંદ્ર નામનો એક રાજા છે અને તેને વૈરોચન નામનો પ્રધાન છે. એ પ્રધાનને ત્યાં રવિચંદ્ર નામનો એક દવે છે તે લઈ આવ.” - પેગિનીને નમસ્કાર કરી અંબઇ સૈારાષ્ટ્ર દેશમાં આવી ઉપસ્થિત થયો. માર્ગમાં એક બ્રાહ્મણ મળે તેને અંબડે પૂછયું:—“અરે વિપ્ર ! આમ ક્યાંથી કઈ તરફ પધારો છે?” બ્રાહ્મણે જવાબમાં જણાવ્યું કે -" હું દેવપત્તન નગરમાંથી જ રવાના થઈ અહીં સુધી આવ્યો છું. હવે ક્યાં જવા માગું છું તે ટુંકમાં કહીશ તે તમે કદાચ નહીં. સમજી શકો. એટલે મારે ઉદ્દેશ સવિસ્તર સાંભળો એમ ઈચ્છું છું.” : : | અંબડની તવિષયક તત્પરતા અનુભવી બ્રાહ્મણે કહેવા માંડયું –અહિંથી ઉત્તર દિશામાં મહાદુર્ગ નામનો એક પર્વત છે અને તેની પાસે સિંહપુરી નામની એક નગરી છે. ત્યાં સાગરચંદ્ર રાજા રાજ્ય કરતો. તેને સમરસિંહ નામે પુત્ર અને રેહિ નામે પુત્રી છે. રાજા પોતે પરકાય પ્રવેશિની વિદ્યા બહુ સારી રીતે જાણતો. તે વૃદ્ધ થવાથી રાજપાટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust