________________ ( 81 ) બળથી એક મોટું સૈન્ય ઉભું કર્યું. અને તેમાંના થોડા સુભટેને નગરના સિંહદ્વાર તરફ રવાના કર્યો. આ સિંહદ્વાર પ્રધાને ચાલાકી વાપરી આગળથી જ બંધ કરાવી દીધા હતા, કે જેથી કોઈ દુશમન એકદમ નગરમાં પેસી હાહાકાર ન વર્તાવી શકે. નગરપાલિકાએ પ્રધાન પાસે જઈ સમાચાર આપ્યા કે રથનુપુર નગરનો રાજા પોતાના સુભટો સાથે સિંહદ્વાર પાસે આવી દરવાજા ઉઘાડવાનો આગ્રહ કરી રહ્યો છે. તે કહે છે કે અમારે નગર જેવા માટે જ માત્ર આવવું છે. તો આપની આજ્ઞા હોય તે દરવાજા ઉઘાડીએ.” પ્રધાને દીર્ધદષ્ટિ વાપરી, દ્વારપાળને દરવાજા ઉઘાડવાની આજ્ઞા આપી. અંખડ અને તેનું સૈન્ય નગરમાં આવી પહોંચ્યું. પ્રધાન પોતે એબડનું સ્વાગત કરવા પગે ચાલીને તેની સામે ગયે. અંબતું જાણે કંઈ જ ન જાણતો હોય તેમ સાવ નિર્દોષપણે પ્રધાનને પૂછવા લાગ્યો કે:–“ આવું સરસ નગર છતાં છેક સૂનકાર જેવું કેમ ભાસે છે ?" પ્રધાને બધો વૃતાત સજળનેત્રે કહી સંભળાવ્યો. અંતમાં તેણે કહ્યું કે દુનીયાનો રીવાજ જ એ છે કે - વિરલા જાણંતિ ગુણ વિરલા પાજંતિ નિદ્રણ નેહા, વિરલા પરકજજ કરા પરદુઃખે દુખીયા વિરલા. અર્થાત ગુણને જાણનારા તો કોઈ વિરલા જ હોય છે, તે જ પ્રમાણે નિધનોની સાથે સ્નેહ નીભાવનારા પણ કઈ વિર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust