________________ ( 78 ) - અંબડે ઉત્તર આપે: “મારું નામ અંબડ અને હું ગોરખ યોગિનીના પ્રતાપે જ આ બધી સિદ્ધિઓ મેળવી શકે છું. આખું વિશ્વ અત્યારે મારી હથેળીમાં છે અને હું નચાવું તેમ નાચે એટલું સામર્થ્ય મારામાં છે.” આ અણધાર્યો ઉત્તર સાંકળી રૂપિણી આશ્ચર્યમાં ડુબી ગઈ. તેણીએ કહ્યું:–“આજથી આપ જ મારા સ્વામી છો. આપની સેવામાં મારું સર્વસ્વ અત્યારથી જ સમપી દઉં છું.” * “મને બીજી કોઈ વસ્તુની જરૂર નથી. તારી આ લક્ષમી અને મટી–વાંદરી મને સેંપી દે.” આંબડે પોતાને ઉદ્દેશ કહી દીધો. - “આપને સર્વસ્વ સોંપી દીધા પછી, ખરું જોતાં કોઈ વસ્તુ ઉપર મારે અધિકાર નથી રહેતો. પણ આ વાંદરી મને શી રીતે પ્રાપ્ત થઈ છે અને તેની સાથે મારે કેવા પ્રકારનો નિકટનો સંબંધ છે તે એકવાર આપ કૃપા કરીને સાંભળે. પછી આપ જે આજ્ઞા કરશે તે હું માથે ચડાવી લઈશ.” અંબડ તો મન જ બેસી રહ્યો. રૂપિણીએ પોતાની કથા આગળ લંબાવી. “મેં એકવાર ચંદ્રદેવની આરાધના માંડી. ચંદ્રદેવે પોતે પ્રસન્ન થઈ મને આ વાંદરીની ભેટ આપી. તેમણે એ વાંદરીનો પ્રભાવ વર્ણવતાં કહ્યું કે જ્યાં સુધી આ વાંદરી તારી પાસે રહેશે ત્યાં સુધી તારા સૌભાગ્યનો. વાળ સરખે પણ કેઈજ વાંકો નહીં કરી શકે. આ ઉરપથી આપ જોઈ શકશો કે એ વાંદરી મારું જીવન છે. છતાં આપ કહો તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust