________________ ( 76 ) ડને દયા ઉપજી તેણે જવાબ આપ્યો કે “જે તમે મારું એક કામ કરી આપો તો હું તમને જવા દઉં.” - “ખુશીથી કહી નાખો” એકી સાથે ચારે સખીઓએ ઉત્સાહપૂર્વક ઉત્તર આપ્યો. - અંબડે કહ્યું " જુઓ ત્યારે, સાંભળે. અહીંઆ આ જ નવલક્ષ નામના શહેરને વિષે એક વહાણવટીની રૂપિણ નામની પુત્રી વસે છે. મારે તેને હરકેઈરીતે મળવું છે. તમે પોતે જે મને ત્યાં લઈ જાઓ તો હું તમને કદિ પણ ન પજવું. " સખીઓએ એ જવાબદારી પિતાને માથે લઈ લીધી અને અંબડે પણ હવે પછી તેમને કોઈ રીતે ન પજવવાનું વચન આપ્યું. ( જે રૂપિણુને ત્યાં જવા અંખડ તલસતો હતો તેના મહેલની આસપાસ પાંચ-પાંચ હજાર જેટલા સશસ્ત્ર સુભટો રાત દિવસ પહેરો ભરતા હતા. સેંકડો ધજા-પતાકાઓ તે સાત માળની હવેલીની ઉપર નિરંતર ફરક્યા જ કરતી હતી. મહેલ આસપાસ એક તાંબાનો ગઢ હતો અને એ ગઢનું રક્ષણ કરવા એક ઉંડી ખાઈ સદા પાણીથી પરિપૂર્ણ રહેતી. મહેલની અંદર હીરા-રત્નથી શણગારેલા કોડીયામાં સુગંધી દીપ સતત્ સળગ્યા કરતા. ચાર બકરીઓ અને પાંચમે બકરો એ મહેલમાં આવી પહોંચ્યા, તે વખતે રૂપિણી એક કનકમય ગૃહને વિષે બેસી પિતાની મર્કટી સાથે મનસ્વી પણે ગેલ કરી રહી હતી. રૂપિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.