________________ ( 75 ) પિતાના પેટમાં પાપ હતું તેને લીધે ભય પણ પામી. પરિણામે ચારે સખીઓએ જવાનું માંડી વાળી પોતાના ઘર તરફનો રસ્તો લીધો. સવારમાં સખીઓએ એકત્ર થઈ વિચાર કરવા માંડે. કે -" આ બકરો કેણુ અને કયાંથી આવી ચડયે હશે ?" એમાં કંઈક રહસ્ય જરૂર હોવું જોઈએ.” અંબડ છાનોમાને ઉભું રહી આ સખીઓની અંદર ચાલતા વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. એક સખીયે કહ્યું કે -" આપણે આ રહસ્ય. તાગ લે જેઈએ. કહે યા ન કહો, પણ એમાં ગર્ભિત રહસ્ય તો છે જ.” બીજી સખીએ ઉચ્ચાર્યું કે:-“આપણે પોતે જ એ, બકરાને સાચેસાચું કહી નાખવાની ફરજ ન પાડી શકીએ ? ઉંડા પાણીમાં ઉતરવા કરતાં એ રસ્તો શું ખોટો છે?” ત્રીજી સખી આનો જવાબ આપવા જતી હતી એટલામાં અંખડ પતે જ ત્યાં આવીને પ્રત્યક્ષ થયો, અને કહ્યું કે -- “એ બકરે હું પોતેજ હતો. તમારે જે પુછવું હોય તે સુખેથી મને પૂછો.” દેવ જેવી કાંતિવાળા એક પુરૂષને પિતાની સામે ઉભેલે જોઈ સર્વ સખીઓ વિમાસણમાં પડી ગઈ. થોડી વાર સુધી. તો કોઈના મુખમાંથી એક શબ્દ સરખો પણ ન નીકળે. પણ બે એક ક્ષણ પછી એક સખીએ હિમ્મત લાવી અંબડને પ્રશ્ન કર્યો:–“હે દેવ ! અમે આપનો શું અપરાધ કર્યો છે? અમને નાહકના શા સારૂ પજવે છે ? " બાળાઓનાં આવાં દીન વચન સાંભળી અને તેમનાં પડી ગયેલાં હે નિહાળી અંબ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust