________________ ( 74 ) . પાણીથી સારી રીતે સાફ કર્યો. પછી પંખા વતી હવા નાખી - એટલે તેણે જાળવીને પોતાની આંખ ઉઘાડી. ક્રમે ક્રમે તે શુદ્ધિમાં આવ્યું અને પોતાની વિતક કથા પારધીને સંભળાવી. પારધી તેને સારા માણસ સમજી પિતાને ઘેર લઈ ગયો. અને શુદ્ધ આહારાદિથી સંતુષ્ટ કરી એક સ્વચ્છ ઓરડામાં ઉતારો કાઢી આપે. મધ્ય રાત્રી વીતતાં અંખડ પિતાની પથારીમાંથી ઉઠી. નવ લક્ષપત્તન નિહાળવાની ઈચ્છાથી વ્હાર નીકળે. સહેજ આગળ જતાં તેણે પેલા પારધીની પુત્રીને ક્યાંક જતી જોઈ અંબડ બેલ્યા ચાલ્યા વિના તેની પાછળ પાછળ ચાલ્યો. થોડે દૂર ગયા પછી વ્યાધપુત્રીને નાગિની નામની એક ક્ષત્રિય બાળા, સહી નામની બીજી વણિકબાળા અને રામતી નામની ત્રીજી બ્રાહ્મણબાળા એમ ત્રણ બાળાઓ આવી મળી. ચારે કુમારિકાઓ એ રીતે મધ્યરાત્રિએ ચૂપચાપ આગળ ધપવા લાગી. * વ્યાધપુત્રી એક સ્થળે અચાનક થંભી અને બોલી - - “સખીઓ ! આજ તે આપણે ચોટામાં થઈને પેલા વહાણવટીને ત્યાં જવાનું છે, ખરું ને?” સખીઓએ ઈસારા વડે જ તેને હકારમાં જવાબ વાળ્યો. - પછી ચારે સખીઓએ બકરીનાં રૂપ લીધાં અને ચૌટાના માર્ગે ચાલ્યાં. ચાર બકરીઓની જેમ અંબડ પણ બકરાનું રૂપ લઈ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ચારે જણીઓ * આ નવા બકરાને પોતાની પાછળ આવતે જોઈ ગભરાઈ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust