________________ પામેલી પોતાની પુત્રીને ભાતભાતના શીતોપચાર વડે સાવધ કરી. હોશમાં આવવા છતાં યે અમરાવતીના આંસુ ન સૂકાયાં. રાજર્ષિ પિતાએ તેને ઘણી ઘણું રીતે સમજાવી, પણ મરમના ઘા કંઈ એમ રૂઝાય ? એક પ્રાચિન કવિએ કહ્યું છે તે - દિન જાયે જણવત્તડી, પણ રતડી નવી જાય, એક રાગી તે રોગીયાં સહજ સરીખાં થાય. " વિયેગના દર્દથી રીબાતા પુરૂના દિવસ તો કદાચ લોકોની સાથે હળવાભળવાથી અને વાતચીત વિગેરે કરવાથી વીતી જાય, પણ તેમની રાત તો કેમે કરતાં વીતતી નથી. ખરેખર ! રાગધ સ્ત્રી-પુરૂષ અને દદીઓમાં ખરું જોતાં કંઈ જ ફેર નથી હોતો. હવે આ તરફ અંબડનું શું થયું તે જોઈએ. ગીધ પક્ષીએ બગલું ગળ્યું તો ખરું, પણ તે જીરવવું ભારે થઈ પડ્યું. તે એક ઝાડ ઉપર બેસી પાંખો ફફડાવતું હતું એટલામાં એક પારધીનું સણસણાટ કરતું કારમું તીર તેના કાળજામાં ભેંકાયું અને મૃતવત્ થઈ પૃથ્વી ઉપર પડયું. ગીધ તો પડયું, પણ તેની સાથે તેના પેટમાં ગયેલો બગલે પણ મ્હાર નીકળી પડ્યો, બગલાની સાથે તેના પેટમાં પ્રવેશેલું પેલું માછલું પણ તડપતું તડપતું ઉછળી આવ્યું અને માછલાને પારધીએ ચીયું કે તે જ ક્ષણે તેના જઠરમાં એક પુરૂષ પડેલ દેખાયે. માછલાના જઠરમાં એક પુરૂષને સૂતેલો જોઈ . પારધી ઘણું જ આશ્ચર્ય પામ્યું. તેણે તે પુરૂષને મ્હાર કાઢી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust