________________ ( 7 ) : " અરે ! પણ તમારા પિતાના સમાચાર પૂછવા તો રહી જ ગયા ? તેઓ કયાં અને કેમ છે?” અંબડને જાણે એકદમ કંઈક યાદ આવ્યું હોય તેમ તે બોલી ઉઠ્યો. અમરાવતીએ બાગવાન ભણી દષ્ટિ કરી સૂચવ્યું કે –“જા! જલ્દી મારા પિતાજીને અહીં બોલાવ!” બટુક ભગવાન તપસ્વી રાજાને બોલાવવા જતો હતો તેની પાછળ પાછળ અંખડ પણ ચાલી નીકળ્યો. અમરાવતીએ તેને તેમ કરતાં વારવાનો પ્રયન કર્યો, છતાં અંબડ પાછો ન વળે, તે તો બટકની પાછળ પાછળજ જવા લાગ્યો. સરોવરના પાણીમાં માર્ગ કાપતાં અંબડને એક ભારે - અકસ્માતું નડ્યો. એક સ્ફોટા માછલાએ આવી અંબડને ગ્રાસ કરી વાવ્યો. પછી તો એ જ માછલું એક બગલાની ચાંચમાં . સપડાયું ! બગલું જેવું ઉડવા જાય છે એટલામાં એક ગીધ , પક્ષી ઉડતું પાવી તેને કેળી કરી અધર આકાશમાં અદશ્ય થઈ ગયું. આ તરફ બટુકે પિતાની પાછળ આવતા–અંબડની ઘણી * તપાસ કરી, પણ અબડને, ક્યાંઈ પત્તો ન લાગ્યું. તેનું માં - લેવાઈ ગયું. તેણે અમરાવતી પાસે જઈ પ્રજતા ને કંપતા સ્વરે અંબડના એકાએક અદશ્ય થવા સંબંધી બધા સમાચાર * નિવેદન કર્યા. અમરાવતીને માથે જાણે અચાનક વિજળી પડી હોય તેમ તેના હોશ-કોશ ઉડી ગયા. તે અચેતનવતુ બની ત્યાં ને ત્યાં જ ધરતી ઉપર ઢળી પડી. રાજર્ષિને આ વાતની જાણ થતાં તે પણ ઉતાવળે ઉતાવળે ત્યાં આવી પહોંચ્યા અને મૂચ્છ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust