________________ ( 70 ), દિવસ પૂરા થતાં વનમાં જ રાણીએ એક મહા મનહર રૂપવતી પુત્રીનો જન્મ આપે. બિચારી રાણી તેનું મુખ જેવાને પણ ભાગ્યશાળી ન થઈ. તે તો સુવાવડમાંજ આ દુનીયાનો ત્યાગ કરી ચાલી ગઈ. રાજાને માથે ઉપાધિનો પાર ન ' રહ્યો. છતાં તે જંગલી ભેંસ વિગેરેનાં દુધ આણી પુત્રીને ઉછેરી હેટી કરવા લાગ્યું. ધીમે ધીમે પુત્રી પણ યુવાનવયમાં આવતી ગઈ. તે પોતાના પિતા પાસે રહી ઘણા શાસ્ત્ર ભણી એક તો રાજપુત્રી, અને તેમાંય પ્રકૃતિના ખેાળામાં ઉછરેલી એટલે તેનું સંદર્ય એટલું બધું મનોહર થયું કે તેના દર્શન માત્ર થતાં તપસ્વીના મન પણ ચલાયમાન થઈ જાય. સંજોગવશાત આકાશ માર્ગે જતો એક ધનદ, આ અમરાવતિના રૂપ ઉપર આશક થે. આસકિતને લીધે તેણે પોતાની પાસે ગણ રત્ન હતા તે પણ પાણિગ્રહણની આશાથી અમરાવતિના પદકમળમાં ધરી દીધાં. એક રત્નના પ્રતાપે પાણના ઉપદ્રવ શમી જાય, બીજા રત્નના પ્રતાપે અગ્નિના ઉત્પાત શાંત થઈ જાય અને ત્રીજા રત્નના પ્રતાપે ભૂતપ્રેતના - ઉપદ્રવ અળગા થઈ જાય એવી એ દરેક રત્નમાં ખાસ ખુબી - હતી. ધનદનો પિતાના તરફનો આવો પ્રેમ જોઈ અમરાવ• તીએ કહ્યું કે –“એક ભાઈ તરીકે તેમને જે ત્રણ રત્નની - ભેટ ધરી છે તે સ્વીકારી, મારા અંતરના આશિષ તને સમર્પ છું. આજથી તું મારો સગો ભાઈ અને હું તારી સગી બહેન બનું છું. પણ આ એકલા રત્નો લઈને હું શું કરું ? મને એવું કંઈક આપ કે જેથી કોઈ મારો પરાભવ ન કરી શકે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust