SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ( 68 ) કયો અને સારા એ શહેરમાં આનંદ-પ્રમોદના પુર ફરી વળ્યા. રાજાનું મન સ્વભાવિક રીતે જ હવે સંસાર ઉપરથી ઉઠી ગયું હતું. કુલચંદ્ર તપસ્વીએ જતાં જતાં એજ સંસાર વૈરાગ્યને વધુ સુદ્રઢ કરવા ઉપદેશ આખ્યા. તેમણે કહ્યું:• આ સંપત્તિ છે તે તો પાણીના એક મેજા જેવી જ છે. આજે અહીં છે ને કાલે તો કેણ જાણે કયાં ચાલી જશે! - વન પણ કંઈ સ્થિર નથી. એ પણ ચાર દિવસની ચાંદની જેવું જ છે એમ માનજે તેજ પ્રકારે શરદ વાતમાં ક્ષણે ક્ષણે ચડી આવતા અને પાછા વિખરાઈ જતાં વાદળની જેમ આયુષ * પણ ક્ષણભંગુર છે, આ બધામાં ધર્મજ એક માત્ર શાશ્વત અને આદરણીય છે.” તપસ્વીના અસરકારક ઉપદેશથી દેવાદિત્ય રાજાનો જે કંઈ થડે ઘણે મેહ હતો તે ગળી ગયો ને પિતાના પુત્રને રાજયલક્ષ્મી સેંપી વનમાં તપશ્ચર્યા કરવા - ચાલી નીકળ્યો. તેની સાથે તેની પટરાણ પણ વનમાં રહી પોતાના પતિરૂપી તાપસની વિવિધ પ્રકારે સેવા ચાકરી કરવા લાગી. એક દિવસે પોતાની રાણીને સગર્ભા જોઈ રાજાએ પૂછયું -“આપણા તપવતમાં દૂષણ લાગે એવું તે આ શું કર્યું?” રાણીએ શરમાઈને જવાબ આપે કે –“નાથ ! આ ગર્ભ તે આપણે ગૃહાવાસમાં હતા ત્યારનો છે. તપોવ્રત લેવામાં - વિલંબ થાય એ બીકને લીધે મેં તમને એ વાત ન કરી, - બાકી આપણું તપમાં દૂષણનો રજમાત્ર પણ ભય રાખવાની જરૂર નથી.” રાજા મૌન રહ્યો. " : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy