________________ ( 66 ) અંખડ બેબાકળ ઉઠીને ઉભો થયો. તેણે આસપાસ તપાસ કરી, પણ વિજળીના વેગે જતી બાલિકાને તે પકડી શક્ય નહીં. તે નિરાશ હદયે, લમણે હાથ દઈ એક સ્થાને બેસી ગયે. તેની આંખમાં નિરાશા ને ગ્લાનિને લીધે થોડાં અશ્રમિન્દ પણ ઉભરાઈ આવ્યાં. અંબડ જેવા એક શૂરવીર ક્ષત્રીયની આંખમાં આંસુ આવ્યાં એ વાત સાંભળી કદાચ તમને આશ્ચર્ય થશે. તમે કહેશે કે “એવા વીર પુરૂષ જેવા બેસે એ વાત ન માની શકાય.” આંબડક્ષત્રીય ભારે પરાક્રમી અને કળા કુશળ હતા એ વાત નિર્વિવાદ છે. પણ કામદેવના બાણે ભલભલા શૂરવીરોની પણ કેવી દુર્દશા કરી છે તેને વિચાર કરશે તો તમને આ અંખડના રૂદનમાં પણ કઈંજ આશ્ચર્ય નહીં લાગે. કહ્યું છે કે -. . विकलयति कलाकुशलं हसति शुचिं पंडितं विडंबयति ' अधरयति धीरपुरुषं क्षणेन मकरध्वजो देवः મકરધ્વજ દેવ કળાકુશળોને પણ અકળાવે છે, પવિત્ર પુરૂષેને હાસ્યાસ્પદ બનાવે છે, પંડિતને પજવે છે અને ધીર પુરૂષે પણ પિતાનું હૈયું હારી જાય છે. એ દ્રષ્ટિએ જોતાં અંબડની આંખમાંથી આંસુ પડે અથવા તેના જેવા પુરૂષ હતાશ થઈ જાય એમાં કઈ બહુ આશ્ચર્યની વાત નથી. એ જ વનની મધ્યમાં એક દિવસે અંબડ બેઠો બેઠે કઈંક તર્કવિતર્ક કરતો હતો એટલામાં એક બટકે આવી તેની પાસે એક સરસ ફળ મૂકયું અને પ્રણામ કરીને વિનયસહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust