________________ જાહેર કર્યું કે –“જે કોઈ મારી પુત્રીને આરામ કરી આપશે તો હું તેને એક કરોડ સોનામહારનું દાન આપીશ.” આ લાલચ સાંભળી ઘણા ઘણા મંત્ર-તંત્રશાસ્ત્રીઓએ આવી પિતાના ઉપાય અજમાવ્યા, પણ કોઇની કારી ન લાગી. - રાજાનું બધું સુખ સૂકાઈ ગયું તેને આહાર-નિદ્રા અકારાં થઈ પડ્યાં. છેવટે રાજદેવીએ આવી રાજાને સમજાથે કે –“તમે અધું રાજ્ય અને રાજકુમારી આપવાનો એકવાર ઢઢેરો પીટાવી જુવે. કુંવરી કરતાં અધિકપ્રિય આપ- . ને બીજું શું હોય?” રાજલદેવીની સલાહ પ્રમાણે રાજાએ બીજીવાર ઢંઢેરો પીટાવ્યું કે--“જે કેાઈ રાજકુંવરીને હતી તેવી બનાવી દેશે તે હું તેને મારૂં અર્ધ રાજ્ય અને તે કુંવરી પણ સમપી દઈશ.” આ સાદ સાંભળી અંબડે એક ગીનું સ્વરૂપ લીધું, અને ભરસભામાં આવી ઉચ્ચાર્યું કે –“હું પોતે તમારી પુત્રીને સંપૂર્ણ આરામ કરી દઈશ.” રાજાને એકદમ વિશ્વાસ ન બેઠે. પણ આશાને લીધે તેણે ગીની માગણી કબૂલ રાખી. .. * આંબડે ત્રણ દિવસ સુધી રાજપુત્રીના આવાસમાં રહી ભાતભાતના દેવતારાધન અને ટૅગ કર્યો. કારણ કે સભામાં, વહેવારમાં, શત્રુઓની વચમાં, સ્ત્રીઓમાં અને રાજકુલમાં એવા આડંબર કર્યા વિના નથી ચાલતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust