________________ બીડી તૈયાર કરી અને એ બીડીની અંદર પેલા ફળનું બારીક ચૂર્ણ મેળવી દીધું. : - અજ્ઞાન રાજસુતાએ અબડના હાથની પાનની બીડી ભારે પ્રેમ પૂર્વક આરોગી. મોડી રાત્રીએ અંબડ રવાના થયો અને રાજસુતા પણ અનેક વિધ સુરમ્ય સ્વપ અનુભવતી નિદ્રાવશ થઈ ગઈ . . પ્રાત:કાળમાં ચંદ્રયાની સખીઓએ આવીને જોયું તો ચંદ્રયશ ન મળે ! તેને બદલે એક ગધેડી આમતેમ આંટા મારતી હતી. - દાસીઓનાં મહાં લેવાઈ ગયાં. તેમણે રાજા પાસે જઈ સમાચાર આપ્યા કે–“રાજકુંવરી તો માણસ મટી ગભી થઈ ગયાં છે.” - રાજાએ પોતે આવીને તપાસ કરી તો એ સમાચાર સંપૂર્ણ સત્ય લાગ્યા. પિતાની એકની એક હાલમાં હાલી - પુત્રીને અકસ્માત ગર્દભીના રૂપમાં ફરતી જોઈ તેનું હૃદય ચીરાઈ જવા લાગ્યું. પણ શું કરે? તેનો એક ઉપાય અત્યારે ચાલી શકે તેમ ન હતું. તે મનમાંને મનમાં જ સમસમીને બેસી રહ્યો. બીજા પણ અસંખ્ય ગામલેકે આવી, કપાળે હાથ મુકી, નિસાસા નાખતાં ચાલ્યા ગયા. . વૈદ્ય, બાવા, ભૂવા, જેશી વિગેરેને બોલાવી મંત્ર તંત્ર, જાપવિગેરે કરાવવામાં રાજાએ કંઈ જ મણા ન રાખી. એટલું છતાં રાજકુમારી ગધેડી મટીને સ્ત્રી ન થયાં, રાજાની અકળામણ રેજ રે જ વધતી ચાલી. આખરે તેણે ઢંઢેરો પીટાવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust