________________ * રાજદેવી પણ અંખડની રજા લઈ પિતાના પિતૃગૃહે ગઈ. તેણીએ ઉંબરામાં જે પગ મુકો કે ત જ તેનાં માબાપે તેને ઉધડી લીધી. તેઓ કહેવા લાગ્યાં કે–“ અરે ભેળી છોકરી ? પેલા ઠગારા નટે ભોળવી ત્યાં સુધી તને તારી કે તારા કુટુંબની લાજ-આબરૂની કંઇજ ખેવના ન થઇ ? તે હાથે કરીને અમારું નાક વઢાવ્યું.” રાજલદેવી આ બધા વાકપ્રહાર મુંગે હેઢે સાંભળી રહી. “એક સ્થળે કહ્યું છે કે–ગુરૂજનોના કડવાં વેણ સાંભળી પચાવી લેવા એના જેવું બીજું એક પણ શૂરાતન નથી. પિતાનાજ ઘરના ખારા જાર– બાજરી હોય તો પણ સ્વતંત્ર સ્વભાવના માણસે તે અમૃત . જેવા મીઠાં માનીને આરોગે છે, કોઇના આશ્રયે જીવવું તેના કરતાં મરી જવું એ વધારે સારું છે અને ગરીબ માણસો ઉપર દયા કરવા જતાં કદાચ દારિદ્રય પ્રાપ્ત થાય તો તે પણ એક જાતનું ઐશ્વય જ છે.” . . . . : - રાજલદેવી પિતાના માબાપ અને ભાઈ–ભાંડુઓના તિરસ્કાર સાંભળી, આખરે થાકી, તેણથી બોલાઈ જવાયું કે-“એ ગમે તેવો ધર્ત હોય તો પણ મારે તો તે પતિ થઈ ચૂક્યા છે. મારે મન એ પ્રભુ છે. " સાયંકાળે જ્યારે તે પોતાની સખી ચંદ્રયશા પાસે ગઈ ત્યારે ચંદ્રયાશાએ પણ પહેલે પ્રશ્ન એ જ પૂછ્યું કે - આજે તું જેની સાથે નાટક કરતી હતી તે પુરૂષ કેણ છે? તેની આવડત અને બાહોશી ઉપરથી તો ખરેખર તે કે કળાકૂશળ હોય એમ જ લાગે છે.” - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust