________________ રોજ (18) યશા તો છેક આભી જ બની ગઈ ! તેનાથી સહસા બોલાઈ જવાયું–અરે સખિ ! તને આ શું ગાંડપણ સૂઝયું? કંઈ ભૂત-પ્રેત તો નથી વળગ્યું ને? આપણાથી તે આમ જાહેરમાં નૃત્ય-ગીત થાય?” | રાજલદેવીએ નિર્ભયપણે ચેખે જવાબ સંભળાવી. દીધું કે —-“હે સખિ ! અત્યારે લાજ-શરમ રાખવી મને નહીં પાલવે ! નાદ એ તો પાંચમે વેદ છે, સુખીજનોને સુખના કારણરૂપ, દુ:ખીઓને વિનોદરૂપ, શ્રવણ અને હૃદયને હરનારા એવા કામદેવના અગ્રદૂત રૂપ તેમજ કામિનીઓને માટે વલ્લભ રૂપ જે કઈ હોય તો આ સંગીતરૂપી પંચમ . વેદ જ છે. " . નાટકમાં મસ્ત બનેલી રાજલદેવીને આ ઉત્તર સાંભળી ચંદ્રયશા કંઈ જ ન બોલી. એટલામાં તો રાજલદેવીનાં માતાપિતા પણ તે જ સ્થળે આવી પહોંચ્યા. તેમણે પોતાની પુત્રીને નાચતી-ગાતી જઈ, રાજાજી પાસે પહોંચી ફર્યાદ કરી કે–“હે પૃથ્વીનાથ ! કોઈ ધૂતારાએ આવી મારી ગરીબ ને ભેળી પુત્રીને ઠગી લીધી છે અને તેની પાસે જાહેરમાર્ગ ઉપર જ મૃત્ય-ગીત કરાવે છે.” રાજાને પોતાને પણ આ ચમાર સાંભળી બહુ લાગી આવ્યું. તે પોતાના અનુચરો સાથે નાટકવાળા સ્થળે સ્વયં હાજર થયા. * આ તરફ અંબડ વિષ્ણુ, મહેશ અને બ્રહ્માના મેહક વર્ષ લઈ સારી યે મેદનીને વશીકરણ કરી રહ્યો હતો. અંબડના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust