________________ ( 7 ) એક પણ વાંછના કે આકાંક્ષા નથી, " આ ઉત્તર સાંભળી સૂર્યદેવ અધિક પ્રસન્ન થયા. એટલે તેમણે પોતેજ રાજકુમારીને એક સરસ તિલકાભરણ પિતાના ભંડારમાંથી ભેટ કર્યું અને મને આ રસાળ ઉદ્યાન સમપી કૃતાર્થ કરી. સૂર્યદેવે પોતે સેં પેલા આ ઉદ્યાનનાં ફળ-ફૂલ વડે અમે રોજ શિવની આરા ધના અને ઉપાસના વિગેરે કરતાં.” તે પછી અંબડ, રાજદેવી સાથે નગરમાં ગયા. ત્યાં તેણે સરીયાન રસ્તા ઉપર ઉભા રહી નરનું રૂપ ઉપજાવ્યું, અને નાટક ભજવવું શરૂ કરી દીધું. મૃદંગ ઉપરની એક થાય સાંભળતાં જ એ મધુર સ્વરની મોહિનીથી આકર્ષાઈ સંખ્યાબંધ નગરજનો એકઠા થઈ ગયા. “ખરેખર ! આ નટ કેઈ અભૂત વ્યક્તિ છે. આવી નાટયકળા તો કઈ દેવને પણ હજી સુધી નથી વરી.” એ પ્રમાણે નગરજનો અંબડરૂપી નટના ઑફાટ વખાણ કરવા લાગ્યા. નાટકની શરૂઆત તો આંબડે એકલાએ જ નટના રૂપથી કરી, પણ જેમ જેમ બીજી નટીઓની જરૂર પડતી ગઈ તેમ તેમ તેણે બરાબર 31 નટડીઓ ઉપજાવી પિતાને નાટારંભ જમાવી દીધો. આ જાહેર નાટયને લીધે જનસંખ્યા એટલી બધી ખેંચાઈ આવી કે ઘરનાઘર અને દુકાનો પણ લગભગ નિર્જન જેવી થઈ ગઈ . ચંદ્રયશાને પણ તેની કોઈ દાસીએ આ પ્રસિદ્ધ નાટારંભના સમાચાર આપ્યા. એટલે તે પણ ઉતાવળે ઉતાવળે આ નાટય જેવા દોડી આવી. ત્યાં બીજી નટડીઓ સાથે પોતાની પ્રાણપ્રિય સખી રાજલદેવીને પણ નૃત્યગાન કરતી, જેઠ ચંદ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust