________________ થાય? એબડને પણ ઘણોજ વિરમય થયો. પરંતુ તેને તો પેલા માથા ઉપર રહેલા ઉદ્યાન વિષે ખુલાસે સાંભળવાની તાલાવેલી લાગી હતી. તેથી પ્રશ્ન કર્યો કે;–“પરંતુ આ ઉદ્યાન તમારા મસ્તક ઉપર શી રીતે ખીલ્યું ? " કે “એ સંબંધે પણ એવી જ એક આશ્ચર્ય વાર્તા છે એમ પ્રસ્તાવનારૂપે કહી, પુન: રાજલદેવીએ પિતાનો આત્મવૃતાન્ત આ પ્રમાણે કહેવા માંડે - આ “ત્રિદંડ નામના વૃક્ષ ઉપર બેસી અમે રોજ શિવનાં દર્શને જતાં હતાં એ વાત તો તમે જાણો છો જ. એક દિવસે અમને કૈલાસમાં જતાં જઈ સૂર્યને શંકા થઈ કે –“અરે આ કોઈ ભયંકર શક્તિ મારે ગ્રાસ કરવા સારૂ તો આ તરફ ધસી આવતી નહીં હોય ને ?" પણ જેવાં અમે તેની પાસે પહોંચ્યા કે તરત જ તેની શંકા શમી ગઈ. તેણે અમને પૂછ્યું-–“તમે - રોજ આ તરફ કયાં જાઓ છો ? " ઉત્તરમાં અમે અમારું સર્વ વૃતાન્ત વિસ્તારથી કહી સંભળાવ્યું. સૂર્યદેવને થયું કે—“અહો ! આટલી ન્હાની ઉમરમાં આ બાળાઓ પિતાના ઈષ્ટદેવ તરફ કેવી ભક્તિ અને આસ્થા ધરાવે છે?” એટલે તેણે પ્રસન્નતા પૂર્વક કહ્યું કે–“હે બાળાઓ ! તમારી મહાદેવ તરફની ભકિત જોઈ હું બહુ પ્રસન્ન થયો છું. તમારે જે વરદાન જોઈતું હોય તે ખુશીથી માગી લ્યો !" વસ્તુતઃ અમારે કંઈજ માગવાપણું ન હતું. “અમને અમારી ઇશ્વરભક્તિમાં કોઈ પ્રકારનું વિઘ ન નડે, એ સિવાય અમારી બીજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust