________________ (પ) “બન્ને કુમારિકાઓ કોણ છે?” માજીએ ઉત્તર આપે કે “એ બને બાળાઓ મૃત્યુલોકમાં વસે છે. માત્ર આપના દર્શન કરવા માટે જ અહીં સુધી આવી છે.” મહેશ્વર આ ઉત્તર સાંભળી ભારે સંતુષ્ટ થયા. તેમણે પોતે રાજકુમારિકાના કંઠમાં એક દિવ્ય રત્નમાળા પહેરાવી અને મને પોતાનો કુર્મદંડ આપી કૃતાર્થ કરી. એ માળા અને દંડના પ્રભાવ વિષે તેમણે સંક્ષિપ્તમાં જ કહી દીધું કે -" માળાના પ્રતાપે મનનું ધાયું રૂપ લઈ શકાશે અને એ માળા પહેરનાર જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં તેનો જયજયકાર વર્તશે ! કુર્મદંડના પ્રભાવે સઘળા શત્રુઓ અને રોગે પણ શાંત થઈ જશે, છતાં અમે તો એક જ વાત પકડી રાખી કે:-“હે દેવ, આપના દર્શન અને ચરણસેવા અર્થે અમે નિત્ય આપની પાસે આવી શકીએ એવી કંઈક વ્યવસ્થા કરો તો જ અમને . સંપૂર્ણ સંતોષ થાય. ત્યાં સુધી તો આ માળા અને દંડ પણ અમને શું ઉપયોગી થવાનાં હતાં?” અમારા શબ્દોથી મહાદેવ ઘણા જ પ્રફુલ્લ થયા. તેમણે તત્કાળ એક ત્રિદંડ નામનું વૃક્ષ અમને ભળાવ્યું અને કહ્યું કે " આ વૃક્ષ રોજ તમને મારા દર્શન કરાવશે.” આ પછી તે માજી પિતે અમને મૃત્યુલોકમાં મુકી ગયા.. હવે અમે રોજ નિયમિત સમયે પેલા વૃક્ષ ઉપર ચડી શિવદર્શને કૈલાસમાં જઈએ અને પાછા નીચે ઉતરી વૃક્ષને આંગણાની વચમાં રેપી દઈએ.” - આ આશ્ચર્યકારક વાર્તા સાંભળવાથી કોને વિમય ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust