________________ ? (54) કંઈ અવળું મ્હાનું બતાવવાને બદલે ચેખું ને ચટ કહી દીધુ કે –“અમે તો તમારા જ દર્શન કરવા અને તમારાજ પગમાં પડવા આવતાં હતાં.” ડોશીમાને અમારો ઉત્તર સાંભળવાથી બહુજ સુખ થયું હોય એમ તેના પ્રસન્ન વદન ઉપરથી અમે બરાબર જોઈ શક્યા. માજીએ કહ્યું - “હે બાલિકાઓ? જે તમે બન્ને - જશુઓ મારી સાથે આવે તો હું તમને ઈશ્વરદર્શન કરાવું! અમે પ્રશ્ન કર્યો–“માજી ! એ ઈશ્વર કેણ, ક્યાં રહે છે અને ત્યાં શી રીતે જવાય” - માજીએ ખુલાસો કરતાં કહ્યું:–“એ ઈશ્વરને લેકે શંકરના નામથી ઓળખે છે. તે પોતાની પ્રિયતમા પાર્વતી સાથે કૈલાસ પર્વત ઉપર જ વરસે છે. ત્યાં જે તમારે દર્શન કરવા આવવું હોય તો હું મારી પોતાની અચિંત્ય શકિતથી તમને સાથે લઈ જઉં, હું પોતે તેમની એક પ્રતિહારિકા છું. " અમને તો જોઈતું હતું ને વૈધે બતાવ્યું એવો ઘાટ થયે. અમે બને સખીયે માજીની સાથે એકદમ કૈલાસ પર્વતના શિખરે આવીને ઉભી રહી. સાક્ષાત્ શંકર ને પાર્વતીજીનાં દર્શન કરી ભારે તૃપ્તિ મેળવી. ઘડીવાર તો જાણે આ બધું સ્વપ્ન હેાય એજ અમને તો ભાસ થયો. અમે માજીને પૂછયું પણું ખરું કે- “માજી! આ બધું ઐશ્વર્ય દેખાય છે તે વસ્તુત: કૈલાસનું જ છે કે માત્ર ભ્રમ છે.” આ સર્વ નિર્મળ સત્ય છે.”એમ માજી કહેવા જતાં હતાં એટલામાં શિવે જ વૃદ્ધા માતાની સામે જોઈ પૂછયું: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust