________________ (પ૩ ). સંબોધન કર્યું કે;–“હે ચંદ્રયશા ? આમ ક્યાં જવા નીક ન્યા છો ?" પેલી નવયુવતી આ સંબોધન સાંભળી સ્તબ્ધજ થઈ ગઈ. તેણીએ અંબડની મુખરેખા ઉપર તિત્ર દષ્ટિપાત કરતાં ઉત્તર આપે કે -" ભલા માણસ ! ઓળખ્યા-પાર ખ્યા વિના કોઈને ચંદ્રયશાના નામથી બોલાવતાં તને કંઈજ સંકોચ નથી થતો? દુનીયામાં જેટલી નારી છે તે બધી શું તારે મન ચંદ્રયશા જ છે? ચંદ્રયશા તો રાજપુત્રી છે અને પિતાના અંત:પુરમાં અત્યારે આરામ કસ્તી હશે. અલબત્ત, તે મારી સખી છે, પણ મારું નામ તો રાજલદેવી છે અને મારા પિતા વિરેચન અહીંના પ્રધાન છે.” રાજલદેવી ત્યાંથી જવા પગ ઉપાડતી હતી તેટલામાં અંબડે પ્રશ્ન કર્યો કે –“પણ હે સુલેચને! તમારા માથા ઉપર આ ઉદ્યાન શી રીતે ઉગ્યું તે જરા કૃપા કરીને આ અજાણ્યા પથિકને કહેશો?” અંબડની વિનયનમ્ર વાણું અને તેની દષ્ટિમાંથી નીતરતા સાજન્ય રાજલદેવી ઉપર અધિકાર સ્થા ચે. તે પોતાની આત્મકથા કહેવા લાગી:-- તે એક દિવસે હું અને મારી સખી ચંદ્રયશા વનમાં કિડા કરવા ગયાં હતાં, ત્યાં એક વૃદ્ધ સ્ત્રીને જોઈ અમને કંઈક ગભરામણ જેવું થયું. પેલી ડોશી અમારાથી દૂર જવાને બદલે ઉલટી નજીક ને નજીક આવતી દેખાઈ. એટલે અમે મનમાં હિંમત આણું તેની સામે ગઈ અને એવીજ હિમ્મતથી ઉભી રહી. પછીતો વૃદ્ધાએ જ શરૂઆત કરી:– “હે પુત્રીએ ? તમે કયાં જાઓ છે ? " અમને સારી મતિ સૂઝી કે બીજું . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust