________________ તૃતીય આદેશ. ગોરખ યોગિનીએ ત્રીજીવાર અંબડને આદેશ આપ્યોઃ- " સિંહલદ્વીપમાં સોમચંદ્ર રાજા વસે છે તેને ચંદ્રા નામની રાણી છે અને તેમને ચંદ્રયશા નામની એક પુત્રી છે. તેમના રાજભંડારમાં જે એક રત્નમાળા છે તે લઈ આવ.” 1 . પ્રથમની જેમ આ વખતે પણ અબડ, યોગિનીનો આદેશ પાળવા તરતજ નીકળે. કેટલેક દિવસે તે અભીષ્ટસ્થાન–સિંહલદ્વીપમાં આવ્યા અને વિવિધ પ્રકારનાં ફળફેલથી હેકી રહેલા એક ઉપવનને વિષે એક ઝાડની છાયા નીચે આરામ કર્યો. તે વિચાર કરવા લાગ્યા કે—“ દ્વીપમાં તે. દાખલ થયા, પણ હવે રાજભુવનમાં શી રીતે સિવું?” એટલામાં તેણે એક રૂપવતી વૈવનાને પોતાની પાસે થઈને ચાલી જતી નિહાળી. આ નારી જે બીજી હજારો નારીઓની જેવી જ હોત તો કદાચ અંબડનું ધ્યાન તે તરફ ન ખેંચાત. - પણ ખૂબી તો એ હતી કે આ બાઈના કમળ દેહના માથા ઉપર એક સુંદર ઉદ્યાન વિકસી રહ્યું હતું. અંબને આ અ- . ભૂતદશ્ય નિહાળી ઘણું જ આશ્ચર્ય થયું. તેણે મનમાં ને મનમાં જ નિશ્ચય કર્યો કે –“આ સુંદરીજ ઘણું કરીને ચંદ્રયશ પિતે હોવી જોઈએ. માથા ઉપર ઉદ્યાન રાખીને ફરનારી . બાઇ કંઇ જેવી તેવી ન હોય.” આવો વિચાર કરી તેણે કોઈ પણ પ્રકારના પૂર્વપરિચય કે ઓળખાણ-પીછાન વિના જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust