________________ ( 47 ) પડી છે. ત્યાં એકદમ શી રીતે સહિસલામત જવાય એજ ચિંતા મારા મનને મુંઝવી રહી છે.” એમાં મુંઝાવા જેવું કંઈ જ નથી.” એમ કહી અખંડ આકાશગામિની વિદ્યાના બળથી રાજહંસીની સાથે એકદમ ઉડ્યો. અને એકલી રાજહંસીને રાજાના અંત:પુરમાં મુકી પિતે પાસેના વનમાં ચાલ્યો ગયો. રાજહંસીને જોઈ રાજા– રાણુને કેટલે આનંદ થયે હશે તેનું વર્ણન કરવું નકામું છે. માતપિતા ઘણા ઘણા વ્હાલથી આંખમાં અશ્રુ આણું પોતાની આંખની કીકી જેવી રાજકુમારીને ભેટયા. એ પ્રાથમિક વિધિ પુરે થતાં રાજાએ પૂછયું કે:-“પણ તું અહીં એકાએક શી રીતે આવી શકી ? અમે તો કેટકેટલી ધરતી ખુદાવી, પણ તારે પત્તો જ ન લાગે.” પિતાના એ પ્રકારના પ્રશ્નનો ઉત્તર આપવા રાજહંસીએ અંબડની સાથે મેળાપ અને તે સંબંધી બધી ઈતિકથા સરળભાવે કહી સંભળાવી. પછી રાજાએ ભારે ધામધૂમપૂર્વક અંબડનું સામૈયું કર્યું અને તેને પોતાની હાલી પુત્રી સાથે રાજ્યને અર્ધો ભાગ પણ પોતાની રાજીખુશીથી અર્પણ કર્યો. રાજહંસીની સાતે સખીઓ કે જે સારા સમૃદ્ધ-સાહસિક વ્યાપારીઓની પુત્રીઓ હતી તેમણે પણ અંબડની વિદ્યા, બુદ્ધિ, બળ ઉપર મુગ્ધ થઈ તેની સાથે પાણગ્રહણ કર્યું. એ પ્રમાણે અંખડ અને તેનાં સ્ત્રી–પરિવારના કેટલાય દિવસો આનંદ ને સુખતિમાં નીકળી ગયા. P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust