________________ ( કપ ) કુંડાળાં કરી એક એક કુંડાળામાં એક કુમારિકા એવી રીતે અમને બેસાર્યા. પછી, નૈવેદ્ય, પૂજા, મંત્ર વિગેરે પ્રાથમિક વિધિ પતાવી પંડિતા એક ઓરડાની અંદર ચાલી ગઈ. અમે પણ એ તકનો લાભ લઈ સૂર્યદેવે આપેલી કાંચળી તેમજ ગોળીઓનો ઉપયોગ કરી લીધો. હવે સરસ્વતી પંડિતા જેવી સાડી પહેરીને બહાર નીકળી કે તરતજ અમે આઠે સખીઓએ મળી તેની ઉપર હલ્લો કર્યો અને પેલી સાડી જબરજસ્તીથી ખેંચી લીધી. સાડી એ જ તેનું જીવન હતું, એટલે એ દુષ્ટાએ તત્કાળ ત્યાં ને ત્યાં જ પિતાનો દેહ છોડી દીધો. લોકોને જ્યારે આ બનાવની ખબર પડી ત્યારે તેમણે અમારી ઉપર ધન્યવાદને ભારે વરસાદ વરસાવ્યા. રાજકુમારી–રાજહંસ એ રીતે પિતાની પ્રભાવવંતી કાંચળીનો ઇતિહાસ કહેતાં, અંખડની આંખ સામે પુન: રડી પડી આંબડે આશ્વાસન આપતાં કહ્યું:–“હે સુભગ ?. તારે હવે ચિંતા કરવાનું કંઈજ કારણું નથી. હું તને મારા પ્રાણના ભેગે પણ બચાવી લઈશ. તારો વાળ સરખો પણ વાંકો કરવાને આ સંસારમાં કોઈ જ સમર્થ નથી.” આંબડે પિતાનું સાચું સ્વરૂપ પ્રકટ કરવા દેવકુમારનું રૂપ ધર્યું. રાજહંસી આ અલૌકિક સૌદર્ય નિહાળી ઘડીભર દિશામૂઢ જેવી બની ગઈ. તેણીને ખાત્રી થઈ કે આ માણસ કંઈ જે તે નથી. વિદ્યા, બળ ને ત્રાદ્ધિનો એક ભંડાર જ જાણે પાસે આવી પડે હોય એવી તેણીને ટાઢક વળી. પરણવું તે આજ પુરૂષને પરણવું, એવો પાકો નિશ્ચય કરી તે બોલી:– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust