________________ ( 4 ) એ પ્રમાણે અમને ભલામણ કરી સૂર્યદેવ અદશ્ય થઈ ગયા. અમારી આ આરાધના અને વરદાનવાળી વાતનો એક અક્ષર સુદ્ધાં પણ બીજા કોઈના કાને ન ગયે. પ્રથમની જેમ અમે પંડિતાની પાઠશાળામાં ભણવા જવાનું પણ ચાલુ જ રાખ્યું. એક દિવસે પંડિતાએ અમને પાસે બોલાવીને, માતાના જેવો સ્નેહ દાખવતાં કહ્યું કે–“પુત્રીઓ, તમારી ઉપર કેઈ એક હેટી આપત્તિ ઉતરવાની હોય એમ મને મારા જ્ઞાનમાં સ્પષ્ટ દેખાય છે. એ આપત્તિમાંથી જે તમારે છૂટવું હોય તો હ તમને તેનો એક રસ્તો બતાપું.” . અમે પણ એવી જ કૃત્રિમ માયાથી જવાબ આપશે કે –“આ સંસારમાં અમારી વાસ્તવિક માતા જો કોઈ હોય તો તે તમેજ છો. તમને અમારા સુખ-દુ:ખની જેટલી ચિંતા હોય તેટલી બીજી કોઈ નારીને ન હોય. અમારા શિર ઉપર ભમતી આપત્તિમાંથી અમને મુકત કરવા આપને જે ચોગ્ય લાગે તે માર્ગ દર્શાવો. આપની આજ્ઞા એ જ અમારો ધર્મ છે.” - સરસ્વતીનું હૃદય આનંદથી ફુલી ગયું. તેણીએ ધીમેથી કહ્યું કે –“જુઓ, આજે રવીવાર છે. આજના જેવો ઉંચે દિવસ ફરીફરીને પ્રાપ્ત થ દુલા છે. આજે બપોરે તમે આઠે -જણીએ મારે ત્યાં આવજે, તમારે શું કરવું તે શું ન કરવું એ બધું હું તમને તે વખતે સમજાવીશ.” વખતસર બપોરે અમે ત્યાં ગયાં. પંડિતાએ આઠ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust