________________ ( 4 ) સાંભળતાં વેંત ચેસઠ જોગણીઓનાં હોમાં પાણી આવી ગયાં ! તેમણે કહ્યું:–“એને માટે કૃષ્ણ ચતુર્દશીનો, રવિવારનો દિવસ અતિ એગ્ય થઈ પડશે. તે દિવસે બપોરના સમયે અમે તારે ત્યાં આવશું. તું આ આઠે કન્યાઓને નિવેદ્ય સાથે તૈયાર રાખજે.” એટલું કહીને જેગણીઓ અંતહિત થઈ ગઈ. - હવે તમે જ કહે કે આ સંસારમાં મરણ સિવાય બીજી કઈ વસ્તુ ભયંકર છે? માણસની નજર સામે મૃત્યુ દેખાતું હોય તો તેને રાજવૈભવ પણ ખારાં ઝેર થઈ પડે. અમારાં બલિદાન દેવીને ધરાશે એ વાત સાંભળી અમારાં હૈયાં કમકમી ઉઠયાં ! અમને કોઈને તે રાત્રીએ પૂરી ઉંધ ન આવી. કયાદે સવાર પડે અને આ દુષ્ટા સરસ્વતીના ઝુંપડામાંથી નાસી છૂટીએ એ જ ચિંતામાં અમે આખી રાત્રી પસાર કરી. - સવાર થતાં જ અમે આઠે કુમારિકાઓએ ઉઠી, ગત રાત્રિવાળી ઘટના મારા પિતા-રાજાજીને કહેવાનો અને અમારા માથે ભમતા વિઘનું નિવારણ કરવા સૂર્યની આરાધના કરવાનો નિશ્ચય કર્યો. | મારા પિતાને તો આ વાત સાંભળી એટલે બધે કોઈ વ્યા કે તેમણે તે જ ક્ષણે સરસ્વતી પંડિતાનો વધ કરવા પિતાના અનુચરોને આજ્ઞા દઈ દીધી. પરંતુ મેં મારા પિતા જીને પુરેપુરા વિનય સાથે આજીજી કરી તેવું ઉતાવળું સાહસ કરતાં રોક્યા. મેં કહ્યું કે “એ બ્રાહ્મણી બહુ અધમ અને નિષ્ફર છે. કઈ પણ પ્રકારનું કર કર્મ કરતાં તેને જરાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust