________________ ( 41 ) આઠે જણીઓને ભરનિદ્રામાં સૂતેલી સમજી પંડિતાએ એક મહેઠું માંડલું રચ્યું અને એ માંડલાની અંદર ચશઠ જોગિણીઓને ક્રિડા કરવા આવાહન કર્યું. આકાશમાં વિજળી ઝળકે તેમ એક પછી એક એમ ચોસઠ જોગણીઓએ આ માંડલાની અંદર પ્રવેશી રાસડા લેવા માંડ્યા. - સરસ્વતી પંડિતાએ, જેગણુઓની પ્રસન્નતાને લાભ લેવાના આશયથી પ્રાર્થના કરી કે, “મારા જેવી એક દરિદ્ર દાસીને તમારે એકાદી સિદ્ધિ તો જરૂર આપવી જોઈએ.” એક ગિનીએ જવાબ આપે–“સિદ્ધિ આપવામાં અમારી ના નથી. પણ વિધિ વિના સિદ્ધિ ન મળે ! જે એમ જ સિદ્ધિઓ વેરવા માંડીએ તે જગતમાં સિદ્ધિની એક કડી જેટલી પણ કીમત ન રહે.” : “આપ આજ્ઞા કરો તે પ્રમાણે વિધિ કરવામાં મને કોઈ જાતની હરકત નથી.” પંડિતાએ ઉત્સુકતા પ્રકટ કરી. . ' પહેલા પ્રાણપિંડ આપ, પછી અમે તને સિદ્ધિ સમપીશું.” ચોસઠ જોગણીઓએ એક સાથે ઉચ્ચાર કર્યો. પ્રાણપિંડ અથવા તે ભગ એ જ આપને સર્વને અભીષ્ટ હોય તે આ આઠે કુમારિકાનાં બલિદાન તૈયાર છે. આપ તે બલિદાનની વિધિ કહો એટલી જ વાર. આપને માટે મારે કંઈ નવાં બલિદાન શોધવા જવું પડે એમ નથી.” ... અમારાં આઠ કુમારિકાનાં બલિદાન મળશે એ વાત * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust