________________ . . રાજહંસી કઇંક વધુ બેલવા જતી હતી. પણ એટલામાં અંબડ જ બોલી ઉઠ્યો કે: _“સૂર્ય દેવ તમારી પર શી રીતે પ્રસન્ન થયા ? અને તમને આ કંચુકી શા સારૂ આપી?” ..રાજકુમારી હેજ સ્વસ્થ થઈ, આંખમાંના અશ્ર લુછી નાખી પોતાને જુને વૃતાન્ત કહેવા માંડ્યો: તે વખતે હું છેક હાની ન હતી. બાલ્યભાવ વટાવી યુવાનીના ઓટલા ઓળંગતી હતી. મારા માતપિતાએ મને સરસ્વતી નામની એક પંડિતાની પાઠશાળામાં ભણવા મોકલી. હું સરળભાવે એ પંડિતા પાસે શાસ્ત્ર–સાહિત્ય વિગેરે શીખતી. મારી સાથે કુલીન કુળની બીજી સાત કુમારિકાઓ પણ એજ પંડિતાની પાઠશાળામાં નિયમિત ભણવા આવતી. અમે સાતે જણીઓ સબભાવથી પરસ્પરને હેતથી મળતી–હળતી. એક દિવસે અમે આઠે જણીઓએ વિચાર કર્યો કે આજે તે આપણે પાઠશાળામાં જ સૂઈ રહીશું. અમારા માતપિતાને સરસ્વતી પંડિતા પ્રત્યે ખુબ શ્રદ્ધા હોવાથી તેમણે અમારા પ્રસ્તાવ વિષે વાંધો ન લીધે. તે રાત્રીએ અમે પાઠશાળામાં સૂતાં તે ખરાં, પણ પૂર્વે કઈ દિવસ ન જોયેલું એવું એક મહદુ આશ્ચર્ય નીરખ્યું.” - રાજહંસીએ આટલું કહી એક ઉષ્ણ વિશ્વાસ મૂકો. ભૂતકાળના સ્મરણમાત્રથી તેનું કાળજું તડપતું હોય એવાં ચિન્હ તેના વદન ઉપર તરી આવ્યાં. . પુન: તે સ્થિર થઈ નિર્ભયપણે કહેવા લાગી:–“અમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust