________________ ( 3 ) માન આપી લગ્નને દિવસે તે કુવર આવી પહોંચ્યો. લગ્નની બધી તૈયારીઓ આગળથી જ કરી રાખી હતી. માત્ર અમારે હસ્તમેલાપ થાય એટલી વિધિ જ બાકી હતી. પુરોહિતો અને સગાં-સ્નેહીઓ અમન-ચમન ઉડાવતાં અહીં તહીં ફરતા હતા. હસ્તમેળાપને હવે બહુ વાર ન હતી. હું મારા શયના ગારમાં જઈ ઉંચામાં ઉંચી જાતનાં વસ્ત્રાભૂષણો પહેરવાની તૈયારી કરતી હતી અને હજી તો સૂર્યદેવે પ્રસન્ન થઈ મને સમપેલી કંચુકી પહેરી રહે એટલામાં કોણ જાણે ક્યાંથી એક મહા દુષ્ઠ પુરૂષ મારા અંત:પુરમાં અકસ્માત્ દાખલ થયો. તેણે મને ધમકી આપી મારી કંચુકી પડાવી લેવાનો પ્રપંચ કર્યો. પણ હું તેની સામે ઠેઠ સુધી ઝુઝી ! છેવટે બળપૂર્વક મારી કંચુકી ઉતારવાનો પ્રયત્ન કરવામાં પણ તેણે બાકી ન રાખી. પરંતુ મારી દ્રઢ અનીચ્છા પાસે તેનું કઈ જ ન ચાલ્યું છેવટે તે કોધથી ધમધમી ઉઠ્યો. તેણે મને ત્યાંથી એમને એમ ઉપાડી આકાશમાં ઉડવા માંડયું. ભયને લીધે મારી આંખો મીંચાઈ ગઈ ! પછી શું બન્યું તે હું નથી જાણતી. એ દુષ્ટ પુરૂષ મને અહીં એકલી મુકીને ગયે છે, પણ જરૂર તે અહીંથી બહુ દૂર નહીં ગયો . મારી આ કંચુકીને તેને ભારે મેહ લાગ્યો છે. પણ હું મારા પ્રાણના ભોગે પણ આ કંચુકી તેની પાસે જવા નહીં દઉં. આટલામાં જે બીજો કોઈ સપુરૂષ વસતો હોય અને મદદ કરે તો હું એ દુષ્ટના પંજામાંથી બચી જઉં એવી આશાથી આ અંધારી રાત્રીએ હું રુદન કરતી હતી. મારા સદ્ભાગ્યે તમે આ તરફ આવી ચડ્યા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust