________________ ( 38 ) લંબાવ્યું. એટલામાં દૂરથી કેઈ સ્ત્રીનાં કરૂણ રૂદન સ્વર તેના કાને આવતાં હોય એવો ભાસ થયે, બરાબર લક્ષ આપીને સાંભળ્યું તે ખરેખર જ કેઈ અનાથ સ્ત્રી ડુસકા ભરીભરીને રિતી હોય એવી અબડને ખાત્રી થઈ. પછી તો નિદ્રા નિદ્રાને ઠેકાણે રહી અને અંબડ એક વીર પુરૂષની જેમ તે રૂદનસ્વરવાળી દિશામાં ચાલ્યો. : રસ્તે જતાં જતાં વિચાર કરવા લાગે કે –“અરેરે! આ નિજન અરણ્યમાં બિચારી કોમળસ્વભાવ નારીને કહ્યું પજવતું હશે ? જે ઠેકાણે સૂર્યનાં કિરણો પણ ધ્રુજતાં ધ્રુજતાં પ્રવેશ કરે ત્યાં આગળ દુષ્ટ મનુષ્ય કેવાં પાખંડ રચી મનુષ્યત્વને શરમાવે છે! રૂદન કરતી સ્ત્રીની પાસે જઈ અંબડે પ્રશ્ન કર્યો કે –“હે સુલોચને ! તું કેણ છે? અને તારે માથે એવી તે કઈ માટી આપત્તિ છે કે જેથી રડી રડીને આ વનનાં વૃક્ષને પણ દયાદ્ર બનાવી મૂકે છે?” વીણાના સ્વરને પણ લજિત કરે એવી મિષ્ટ વાણીમાં પેિલી ભયભીત સ્ત્રીએ પોતાનો વૃતાન્ત સંભળાવવો શરૂ કર્યો. * “હે નરપુંગવ ! રેલગપુર પત્તનના રાજા હંસની હું રાજકુંવરી છું. મારું નામ રાજહંસી છે. હું ઉમ્મરલાયક થઈ એટલે મારા પિતાએ હરિશ્ચંદ્ર નામના એક રાજકુંવરને મારું પાણિગ્રહણ કરવા સારૂ નિમંત્રણ મેકહ્યું. એ નિમંત્રણને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust