________________ ( 37 ) કાળી નાગીને આ સલાહ ગળે ઉતરી. તંબને જણીઓ ગાઢ અરણ્યમાં, જ્યાં માણસનો પ્રવેશ સરખો પણ ન થઈ શકે ત્યાં જઈ આ કુકડાને છૂટા મૂકી આવી. - - અબડનું ભાગ્ય આજ પ્રસંગની રાહ જોતું બેઠું હતું. માણસનું ભાગ્ય કયારે અને કેવી રીતે પલટાય છે તે નિશ્ચય પૂર્વક કહેવાને કોણ સમર્થ છે? ઘણીવાર મનુષ્ય બીજાનું ભૂંડ કરવા જતાં ઉલટું તેનું કલ્યાણ જ કરતા હોય છે. અંબડને વિષે પણ એમ જ થયું. કાગી ને નાગીએ અંબડને રીબાવવા સારૂ વનમાં મુક્યા તો ખરે, પણ ત્યાં અંખડનું ભાગ્ય ચમકયું. : . એક દિવસે કુકડાના રૂપમાં સર્વત્ર વિચરતો અબડ વનના એક નિર્જન ભાગમાં આવેલી વાવમાં પાણી પીવા ઊતર્યો. તરસ ખૂબ લાગેલી હોવાથી ધરાઈને ગળા સુધી પાણી પીધું. હવે પાણી પીને જેવો બહાર નીકળે કે તરત જ તે હત તે મનુષ્ય બની ગયે! તેણે વિચાર કર્યો કે આમ એકાએક મારૂં સ્વરૂપ પલટાઈ જવામાં શું કારણ હશે? વિચારના અંતે નિશ્ચય કર્યો કે આ વાવના પાણીમાં જ એવું કઈંક સામર્થ્ય છે કે જેને લીધે રૂપાંતર પામેલો પ્રાણું પાછો હતો તેવો મનુષ્ય થઈ જાય. - આવો નિશ્ચય કરી પ્રસન્નચિત્ત તે વનમાં આગળ વશે. જતાં જતાં રાત્રી પડવાથી એક વૃક્ષની ઓથે નિદ્રા લેવાના ઇરાદાથી વૃક્ષનાં પાંદડાં આઘાપાછાં કરી સહેજ અંગ ની વયે ! . . * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust