________________ ( 36 ) કમલકાંચન યેગી પણ કેઈ કોઈ વાર આ કુકડાની સામે રોષપૂર્ણ નજર કરી જાણે ધિક્કાર વરસાવતો હોય તેમ કહેતો કે અરે! ભલા માણસ? તને બીજુ કંઈ ન સૂઝયું કે તે મારી આંધારિકાને લઈ જવાનું સાહસ કર્યું? તારી કુબુદ્ધિનાં કડવાં ફળ હવે તું જ ભેગવ! તને સલાહ આપનારા સૈ આઘે રહ્યા અને તું તેિજ તારી જાળમાં સપડાઈ ગયે!” અંબડને આત્મા આ ઊદ્ગાર સાંભળી અંદરખાને તો ઘણજ ઊકળી આવતો. પણ વાચા વિના તે શી રીતે ઉત્તર આપે - આવી રીતે દુ:ખમાં ને દુ:ખમાં આંબડે કેટલાક દિવસ કાઢી નાખ્યા ! તે હિમ્મત ન હાર્યો કોઈ એક શુભ ક્ષણે પિતે પાછો મનુષ્ય થશે અને આ અમાનુષી અત્યાચારને બદલે લેશે એવી આશા રાખી મુક્તિના દિવસ ગણવા લાગ્યો. . ' છેવટે અંબડ નહીં, પણ કાગી નાગી અને કમલકાંચન ચાગી આ કુકડાથી કંટાળ્યા. એક દિવસે યોગીએ પિતાની બને પ્રિયાઓને સંબોધીને કહ્યું કે - હવે આ પાપને - આપણા ઘરમાંથી કાઢીએ તો સારું. એનો આખો અવતાર હવે આમ કુકડા પેકેજ વ્યતીત થવાને એ ચોક્કસ. તે આપણે ત્યાં પડયો રહે તેના કરતાં જંગલના ટાઢ-તડકા અને ભુખનાં દુ:ખ વેઠે એ જ તેને માટે યોગ્ય સજા છે. માટે ગમે તેમ કરીને તેને વનમાં છૂટે મુકી દો. વનના વિકરાળ પશુ-પક્ષી કાં તો તેને ફાડી ખાશે અને કાં તો ભુખ-તરસથી પીડાઈ કમતે મરી જશે એટલે આપણે આ નકામી ઉપાધિથી વગર મહેનતે બચી જશું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust