________________ . ( 35 ). आरोहति गिरिशिखरं समुद्रमुल्लंधयति याति पातालं विधिलिखिताक्षरमालं फलति कपालं हि भूपाल વિધિના લેખ કોઈ દિવસ મિથ્યા ન થાય! વિધિજ પ્રાણું માત્રને પર્વતના શિખરે ચડાવે છે, વિધિજ સમુદ્રની પેલીપાર લઈ જાય છે અને વિધિ જ મનુષ્યને પાતાળ પર્યત પહોંચાડે છે. પિતાના બાહુબળથી એક ક્ષણ પહેલાં પૃથ્વીને ધ્રુજવતો અંબડ–ક્ષત્રિય અત્યારે સાવ નિરૂપાય બની ગયે! ભલભલા વિદ્યાધરો અને શૂરવીરની સાથે સ્પર્ધા કરતા અંબડ, એક પામર પક્ષીની કોટીમાં આવી પડે ! તેનું બળ તેની બુદ્ધિ, તેની વિદ્યા અને તેની કળા-કુશળતા એ સા તેને બચાવવાને નિષ્ફળ નીવડયાં! મોટા મોટા ચમરબંધી. પણ કીમત્ પાસે ગરીબ ગાય જેવા બની જાય છે એમ જે કહેવાય છે તે કંઈ ગાંડાને પ્રલા૫ માત્ર નથી, પણ તે અક્ષરશઃ. સત્ય છે. અંબડ કુકડો બન્યો એટલે કાળી નાગી નામની કુલટા : સ્ત્રીઓ તેને ફૂરપણે પજવવા લાગી. પોતે જાણે બીલાડીએ. હોય અને કુકડારૂપી સીકાર માંડ માંડ હાથ આવ્યો હોય તેમ તે અંબડને પજવવા લાગી. અંબડની દશા ખરેખર દયાજનક હતી. ન તેનાથી માણસની જેમ બોલાય કે ન તેનાથી સામે થવાય. મનમાં સમજીને બેસી રહેવા સિવાય બીજો એકે ઉપાય અત્યારે ન ચાલયે કાગી—નાગીના તોફાન તેણે મુંગે - હેઢે વેઠી લીધા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust