________________ ( 34 ) . કમલકાંચન યોગીને કાળી અને નાગી નામની બે સ્ત્રી હતી. આજે અંબડ નામનો એક ક્ષત્રિય અતિથિ આવવાનો છે એમ તે અગાઉથી જ જાણી ગઈ હતી. તે બન્ને જણીઓ ઉંબરામાં ઉભી ઉભી રાહ જોતી હતી તેટલામાં અંબડ ત્યાં આવી પહોંચે. - અંબડ તમારું જ નામ ને ગોરખ યોગિનીના આદેશથી વનમાં ભમનાર તમે પોતે જ કે?” કાગી અને નાગી બને સ્ત્રીઓ એકી સાથે બોલી ઉઠી. આભાર અને આશ્ચર્ય સાથે સંબડે સહેજ મસ્તક નમાવી પિતાની સમ્મતી સૂચવી. તે પછી કાગી અને નાગીએ અનેક પ્રકારની મીઠી મીઠી વાતો કહી સંબડને સ્નેહથી નવરાવ્યા, ભાતભાતના ભજન રાંધી અંબડની થાળીમાં પીરસી, આગ્રહ કરી તેને તૃપ્ત કર્યો. પણ આ બધે નેહ, માયા, મમતા કેવળ કૃત્રિમ હતી એનું અબડને ભાન ન રહ્યું. ઊભય નારીઓની સ્નેહજાળમાં તે સપડાયો. ' અંબડ જમીને પરવાર્યો અને ઘડીવાર બેઠો એટલામાં તે એક મરદ મટી પામર-અસહાય કુકડો બની ગયો. કાગી ને નાગી નામની દૃષ્ટાએ ભજનની અંદર જ એવી ઔષધી ભેળવી દીધી કે એ ભેજન જમ્યા પછી અંબડ પોતાને નરદેહ ગુમાવી બેઠે. ખરેખર નસીબ શું નથી કરતું? P.P. Ac. Guriratnasuri M.S. Jun Gun Aaradhak Trust