________________ - ( 33 ) યોગી અને તેની આંધારિકા વચ્ચેની આ છુપી વાતચીત, અંબડ આઘે ઉભો ઉભો કાન માંડીને સાંભળી રહ્યો હતો. પિતાના ઉદ્દેશની આ કન્યાને આમ વગરક શી રીતે ખબર પડી હશે તેને તે નિર્ણય ન કરી શકે. પણ એ વિચારને મનમાંથી હાંકી કાઢી તેણે તત્કાળ એટલે નિશ્ચય તે કરી લીધું કે “આ લોકો પુરેપુરા ખબરદાર હોવાથી મારે બહુ સંભાળથી પ્રપંચજાળ પાથરવી પડશે.” એટલામાં કમલકાંચન યોગી પણ ત્યાં આવી પહોંચ્યા. અંબડે જાણે કાંઈ જ ન સાંભળ્યું હોય અને સાવ નિર્દોષપણે આવી ચડ્યો હોય એવા ભાવ માં ઉપર આણ્યો. પરન્તુ આ યેગી કંઈ છેક દેખાવ માત્રથી છેતરાય એવો કાચ ન હતો. તેણે અંખડની પાસે આવતાવેંત જ કહી દીધું:–“ગોરખ ચાગિનીના આદેશથી તમારૂં અત્ર આગમન થયું છે ને ?" * અંબડે પણ હવે ખરી હકીક્ત છુપાવવી એ ઠીક નહીં એમ ધારી ઉત્તર આપે:-“તમારૂં અનુમાન બરાબર છે. હું એ યોગિનીના આદેશથી જ આ તરફ આવી ચડ્યો છું.” ભલે, હું તમને મારા અતિથિ તરીકે આવકાર આપું છું. આપ સુખેથી અહીં રહો અને આનંદ કરે.” એમ કહી કમલકાંચન યોગીએ પોતાના એક શિષ્યને સાથે મોકલી અંબડ –ક્ષત્રિયને પોતાના રહેવાના ઘર તરફ રવાના કર્યો. અંબડ પણ ગીની રજા લઈ પેલા ભોમીયા સાથે ચાલી નીકળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust