________________ ( 3 ) મળવા માગે છે એ કમલકાંચન ચિગી હું પોતે જ છું.” નવા આવનારે પોતાનો આત્મપરિચય આપે. . ; ; અંબડ હેજ ઝંખવાણે પડ્યો. પણ તેને આ જાતને અનુભવ કંઈ પહેલીવારનો ન હતો. તેથી તે તરત જ સ્વસ્થ થયે, અને બીજી કેટલીક આડી અવળી વાત કરી, મૂળ વાતને વિસારે પાડવાનો પ્રયત્ન કર્યા. " આ પ્રમાણે એક તરફ અંબડ અને કમલકાંચન ગી વાતચીત કરી રહ્યા છે તેટલામાં નજીકમાં જ કેઈ એક નારી રડતી હોય તે રૂદનસ્વર સંભળા. કમલકાંચન યોગી તત્કાળ ઉભે થયો અને જઈને જોયું તો પિતાની પુત્રી અંધારિકા, એક ખુણામાં બેસી વલેપાત કરતી આંખમાંના અશ્રુ વહેવરાવી રહી હતી. યોગીએ આમ અચાનક રડવાનું. કારણ પૂછ્યું એટલે આંધારિકાએ કહ્યું કે:– . પિતાજી, આમ અજાણ્યા થઈને મને કાં પૂછી રહ્યા છે? આ અંખડ નામને ધૂર્ત પુરૂષ મને પકડીને લઈ જવા માટે જ અહીં સુધી આવ્યો છે એ હકીકત શું તમે પોતે નથી જાણતા?” એટલું બોલતાં આંધારિકાનું હૈયું ઉભરાઈ આવ્યું. કે " હું જ્યાં સુધી જીવતો-જાગતો બેઠો છું ત્યાં સુધી કેઈની તાકાત નથી કે તેને હાથ પણ અડાડી શકે. મારી હૈયાતીમાં તારે વાંકો વાળ કરનારને હું યમધામમાં મોકલી દઉં ! આ આખા દ્વીપમાં એક પણ માણસ એવો નથી કે જે મારા.બળ–સામર્થ્યની બરાબરી કરી શકે. તે પછી તારે આમ શા સારૂ ગભરાવું જોઈએ તે મને નથી સમજાતું. " . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust