________________ (31 ) લહે ઉછાળા મારી રહી હતી. દેવ-દેવીઓને માત્ર રમવા ખાતર જ જાણે આ પ્રદેશ નિમીયે હોય તેવો તે શાંત અને પવિત્ર લાગતું હતું. અંબડને ખાત્રી થઈ કે ગેરખ ગિનીએ સમુદ્રની અંદર જે હરિછત્ર નામનો બેટ કહ્યો છે તે જ આ હવે જોઈએ. પણ જે આ તે જ એટ હોય તે કમલકાંચન યેગીની કુટીર શી રીતે શોધી કાઢવી એ એક હેટી મુંઝ વણ થઈ પડી. . - અંબઇ બેઠો હતો ત્યાંથી ઉઠીને ઉભે છે અને કમલચગીની શોધ કરવા માર્ગ કાપવા લાગ્યા. તે હજી થોડે દૂર જાય છે તેટલામાં સામેથી કોઈ એક પુરૂષ આવતે જણાયે. અંબડ તેને કંઈક પૂછે તે પહેલાં પેલે પુરૂષ જ બોલી ઉઠય. કે –“અહા અંબડ-ક્ષત્રિય ! ઘણે દિવસે આ વનમાં આપનાં પતાં પગલાં થયાં !" દૂર દૂરના એકાંત જંગલમાં રહેનારો આ પુરૂષ પોતાનું નામ જાણે છે તે જોઈ અબડને આશ્ચર્ય તે થયું. પણ મનના * એ આશ્ચર્યભાવને મનમાં જ દાબી દઈ તે બોલ્ય-“અહીં કમલકાંચન નામના એક યેગી વસે છે એમ સાંભળ્યું છે. તે આપ તેમને આશ્રમ બતાવવાની કૃપા કરશે? મારે તેમની પાસે બહુ જરૂરનું કામ છે.” - - - “તમે જે ગીને શોધવા નીકળ્યા છે તેજ ગી આજે પોતાની મેળે પગે ચાલીને તમારી પાસે હાજર થઈ A - ગ છે. સ્પષ્ટ શબ્દોમાં કહેવાની જરૂર હોય તો તમે જેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust