________________ મળી જતાં હોય એવું મનોહર દશ્ય આપણા માનસ નેત્ર પાસે ખડો થાય છે ! ખરેખર વીર પુરૂષ એક તરફ જેટલા કઠોર અને સખત હોય છે તેટલાજ બીજી તરફ કોમળ, મૃદુ અને સરળ હોય છે. ' અંબડ જેવા પિતાનો પુત્ર, દીનતા અને દરિદ્રતાનો ભોગ બને, જે પિતાએ વિશ્વની ઋદ્ધિ-સમૃદ્ધિના ઘણાખરા ભંડાર પિતાના હાથ - નીચે રાખ્યા હતા તેજ પિતાના પુત્ર–રૂબકને, એકજ પેટીની અંદર બીજા રાજા પાસે મદદ યાચવા જવું પડે એ પણ કર્મની જ એક વિચિત્રતા છે ? એકંદરે આ સ્થાનક કેવળ કથાની દૃષ્ટિથી તો વાંચવા જેવું છે, પણ રસપિપાસુઓને રસ તથા નીતિકારોને નીતિના ઉપદેશ પણ જોઈએ તેટલાં આમાંથી મળી આવશે. સામાન્ય બાળકે. તથા બાલિકાઓને માટે આ ચરિત્ર એક આશિર્વાદરપ થઈ પડશે. પંડિત શ્રી અમરસૂરિએ સરળ સંસ્કૃત ભાષામાં આ ચરિત્ર લખી કથાના રસિક વાચકે ઉપર મોટો ઉપકાર કર્યો છે. અમે પણ એજ પંડિત-મુનિ મહારાજના અક્ષરનો આધાર લઈ આ ચરિત્ર રચાવ્યું છે અને અમને આશા છે કે ધર્મકથા વાંચનારા રસિક બાળક–યુવકો તથા વૃદ્ધો સુદ્ધાં આ ચરિત્રનો લાભ લઈ આત્મકલ્યાણ સાધવામાં સતત્ ઉદ્યમવંત રહેશે. દરેક નદી જેમ આખરે તે સમુદ્રનેજ મળે તેમ દરેક ચરિત્ર આખરે નીતિ અને ધર્મકરણીના મહાસાગરમાંજ જઈ ભળે છે, આ અંબડ ચરિત્ર પણ સમસ્વરે એકજ વાત કહી રહ્યું છે કે - धर्मात् संपद्यते भोगो, धर्माच्च सुखसंपदः धर्मात् स्वर्गापवर्गों च धर्मः कल्पद्रुमोपमः // ધર્મથીજ ભોગ, સુખસંપદ, સ્વર્ગ વિગેરે મળે છે–અને ધર્મ એજ જગતનું એક મહાન કલ્પવૃક્ષ છે. પ્રકાશકP.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust