________________ 3 ડી ભૂમિકા. આગામી જગતના તારણહાર વર્તમાન ચોવીશીના તીર્થકરોને જ આપણે નથી નમતા, પણ અતીત અને અનાગત ચોવીશીઓના તીર્થપ્રવર્તકને પણ આપણે નિરંતર ભક્તિભાવે સ્મરી વંદન કરીએ છીએ. આ ચરિત્રના નાયક અબડવીર, આવતી ચોવીશીના એવાજ એક સમર્થ પુરૂષ કિવા. વિશ્વના એક મુખ્ય તારક પુરૂષ છે. તેમનું જીવન આશ્ચર્યો અને અદ્દભૂત - પ્રસંગોથી ભરપૂર છે, અસામાન્ય કેટીના પુરુષોનાં જીવન હંમેશા આપણાં જેવાં જ હોય એમ પણ શી રીતે કહી શકાય? પ્રસ્તુત છવન ચરિત્ર ઉપરથી પ્રત્યેક વાચક જોઈ શકશે કે અબડ પિતે એક મહા પરાક્રમી અને સાહસિક પુરૂષ હતો. તેણે જીવના જોખમે. ઘણી ઘણી વિદ્યાઓ મેળવી હતી અને તે વિદ્યાનો મોટે ભાગે તેણે બીજાનાં દુઃખ દૂર કરવા તથા સંસારનાં પાખંડ ઘટાવા અર્થે જ કર્યો હતો. એટલું છતાં અંબડ એક મનુષ્ય હતો એ વાત તે આપણે પ્રત્યેક પ્રસંગે બરાબર અનુભવીએ છીએ, અને એ બધા આશ્ચર્યોનીયે પેલી પાર અંબડ એક વીરપુરૂષ તરીકે આપણને દર્શન દેતો ઉભો રહે છે. કનક અને કામીનીની ખાતર દેશ-વિદેશમાં રખડનાર અંબડ, સંસારની સામાન્ય ક્ષણજીવી સંપત્તિની ખાતર અનેક જહેમત ખેંચનાર અંબડ જ્યારે સંસારના સુખોપભોગથી ઉપશમ પામે છે, તેનું ચિત નિદોષ દેવ-ગુરૂ–ધર્મની શોધમાં વળે છે અને છેવટે જ્યારે બારવ્રત લઈ યથાર્થ જૈનત્વ પ્રાપ્ત કરે છે ત્યારે જાણે સોનું અને સુગંધ સાથે 27) મહારાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust