________________ ( 9 ) પરાક્રમી અંખડ અને શક્તિમતી ચંદ્રાવતીના પરસ્પર સંમેલનથી બન્નેના દિવસે સુખ–આનંદ અને વિલાસમાં વ્યતીત થવા લાગ્યા. થોડા દિવસ પછી અંબડે સુવર્ણ–રત્ર આદિ મહા મૂલ્યવંતી સામગ્રી પોતાની સાથે લઈ, ચંદ્રાવતીની સાથે પોતાના ગામ તરફ પ્રસ્થાન કર્યું. . ગેરખ યોગિની પાસે અંબડ અને ચંદ્રાવતીએ જઈ પ્રેમપૂર્ણ નમન કર્યું. અંબડને ક્ષેમકુશળ પાછો આવેલે જોઈ ગેરખ યોગિનીએ પોતાનો સંતોષ પ્રદર્શિત કર્યો. અંબડે. શતશર્કરા વૃક્ષનું ફળ ગિનીના પાદપંકજમાં સવિનય અર્પણ કર્યું અને થોડી આડીઅવળી વાતો કરી અંબડ અને ચંદ્રાવતી, ગોરખ યોગિનીના આશ્રમમાંથી નીકળી પોતાને ઘેર ગયા. એ રીતે તેઓ રોજ ભાતભાતના સુખ–વિલાસ ભગવતા દિવસ નિગમવા લાગ્યા. જૈન સસ્તી વાંચન માળા. દર વરસે રૂ. 3) માં 900 પૃષ્ટનાં ઈતિહાસીક પુસ્તકો નીયમીત આપે છે, માટે ગ્રાહક થવા વિલંબ ના કરતા– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust