________________ ( 18 ) “આ નગર મેં પિતે જ મારી પોતાની શક્તિથી સ્થાપ્યું છે અને મારી શક્તિથી જ ચાલે છે. મારી શક્તિના પ્રતાપજ મેં સૌને વિપરીત આચાર પાળતા બનાવી દીધા છે. તેમાં જે કઈ પણ દોષ હોય તે તેને માટે હું પિતે જવાબદાર છું. રૈયત તો બિચારી મારી આજ્ઞા પ્રમાણે જ ચાલી રહી છે.” ચંદ્રાવતીએ સરળ ભાવે પોતાના પતિદેવ પાસે યથાર્થ હકીકત કહી દીધી. ' ' પણ તમારી પાસે એવી તે કઈ શક્તિ છે તે જરા કહેશે?” આંબડે પુન: પ્રશ્ન કર્યો. - “આપને પતિ તરીકે માન્યા અને સ્વીકાર્યા પછી આપની પાસે કઈ પણ વાત છુપાવવી એ અધર્મ છે. તેથી આપ જે કઈ પૂછો તેના સંપૂર્ણ સત્ય ઉત્તર આપવા તૈયાર છું. હવે મારી પાસે કઈ કઈ શક્તિ છે અને તે કઈ કઈ વિદ્યાના પ્રતાપે મને પ્રાપ્ત થઈ છે તે આપને કહી દઉં. પ્રથમ તે, મને આકાશગામી વિદ્યા સારી પેઠે આવડે છે, વળી ચિતિતગામ વિદ્યા પણ મને પ્રાપ્ત થઈ છે અને તે ઉપરાંત સ્વરૂપ પલટાવવાની તેમજ આકર્ષણ કરવાની–આકર્ષણ વિદ્યા પણ હું મેળવી ચૂકી છું.” ચંદ્રાવતીએ પિતાના અંતરના ગુઢ રહસ્ય એકે એક પ્રકટ કરવા માંડ્યા. - ચંદ્રાવતીને આટઆટલી અપૂર્વ વિદ્યાઓ વરી છે તે જાણી અંબઇને પણ ભારે હર્ષ થયો. પિતાના ભાગ્યની મનમાં ને મનમાં તે સ્તુતિ કરવા લાગ્યો. P.P. Ac. Guyatnasuri M.S. Jun Gun Aaradhak Trust