________________ કરવા છતાં ઓછમાંથી એક શબ્દ પણ ન નીકળે. તે મનપણે ચિત્રવત્ ત્યારે ત્યાં જ બેસી રહી. લેકે પણ ઠઠ્ઠા મશ્કરી કરતા પોતપોતાના સ્થાનકે ચાલ્યા ગયા. '' - અંબડે રમતની સરત ફરીથી રજુ કરી અને કહ્યું કે તમે હાર્યા અને હું છે. હવે કાં તો મારી ચરણસેવા સ્વીકારો અને કાં તો મને વરો ! " - આજના પ્રયોગથી ચંદ્રાવતીનું અભિમાની હૃદય પીગળીને પાણી જેવું થઈ ગયું હતું. તે એકદમ અંબડના ચરણમાં નમી પડી અને પોતાની ઉદ્ધતાઈ તથા રવછંદ માટે ક્ષમા યાચતી કહેવા લાગી કે -" આજથી મારૂં સર્વસ્વ આપના ચરણમાં જ નિવેદન કરી હું સર્વ ઉપાધિથી. મુક્ત થઉં છું. એક નારીને ન છાજે તેવા ઉમદ અને ઉત્પાત કર્યો તે માટે હું પસ્તઉં છું. હું મારું કર્તવ્ય ભૂલી અને ખોટે ભાગે ચડી ગઈ તે બદલ આપ જે પ્રાયશ્ચિત્ત ફરમાવે ને પાળવા તૈયાર છું. આજથી મને આપનીજ એક દીન દાસી માની આપની છાયામાં આશ્રય આપશે. " . - અંબડે તેને સ્નેહ પૂર્વક આલીંગન આપયું, અને પૂછયું કે “બીજી બધી વાત જવા દઈ મને માત્ર એટલું કહો કે આ નગરમાં આવો વિપરીત આચાર સર્વત્ર દેખાય છે તેનું શું કારણ? મને તેને સંતોષકારક ખુલાસો હજી સુધી મળી. શકર્યો નથી. માટે તે બધી વાત તમે પોતે જ કહો તો બહુ સારૂ.