________________ IT. ! ! ! ! ! ! ર જ્ઞાનાન્સર श्रीमहा आराधना केन्द्र વેવા (પાન ૧ર) પે રૂ૮૮૦ અદભૂત પ્રસંગ જોઈ ખડખડાટ હસી પડયા. ચંદ્રાવતી પિતે પણ શરમાઈ ગઈ. તેણીએ શંકરને નમ્રપણે પ્રાર્થના કરી કે - “પ્રભુ ! આપની હાજરીમાં, આપના જ દેખતાં આ ઉદ્ધત પ્રાણી મને પાદપ્રહાર કરે તે આપ કેમ સહી લ્યો છે ? આપે તેનું તત્કાળ નિવારણ કરવું જોઈતું હતું. તેને બદલે આપ તે ઉલટા હસી રહ્યા છે એમ જણાય છે.” - આ પ્રાર્થના પુરી કરે એટલામાં તે શંકરને વૃષભ પણ એકાએક તોફાન કરવા લાગ્યો અને એ તેફાનને અંગે પણ બીજી બે-ચાર લાતો ચંદ્રાવતીના મસ્તક ઉપર પડી. બે ક્ષણ પહેલાં અભિમાનથી ફુલાઈ ગયેલી ચંદ્રાવતીના નયન આંસુથી ઉભરાઈ નીકળ્યાં. માથું ઉંચું કરી ગગન ભણી નિહાળે છે તે ત્યાં શંકર, શિવ કે મહાદેવ સાવ અલેપ થઈ ગયા જણાયા. લોકોએ મશ્કરીના વામબાણ ઉપરાઉપરી છોડવા માંડ્યા. તેઓ કહેવા લાગ્યા કે—“ કેમ ચ દ્રાવતી ? બહુ અભિમાન કરતી હતી તેનાં કડવાં ફળ ચાખ્યાં ને ? કૈલાસ પર્વત ઉપર મહાદેવજીના દર્શન કરીને ઘડીકમાં પાછી પણ આવી ગઈ કે?” ચંદ્રાવતી તે એ વખતે એવી ભેટી પડી ગઈ કે જે ધરતી માતા માર્ગ આપે છે તે જ ક્ષણે પૃથ્વીમાં સમાઈ જાય. તે કઇક વિચાર કરતી હતી અને લોકો ઉચ્ચ કંઠે તેણીને ઉપહાસ કરી રહ્યા હતા તે વખતે અંદડે પોતાનું શિવ સ્વરૂપ સંકેલી લઇ પિતાના સ્વાભાવિક રૂપમાં દર્શન