________________ ( 24 ) મહભાગ્ય પ્રાપ્ત થતું છે, તે આવી પાંચ-પચીશ તે શું પણ હજાર વિધિ પાળવા પણ ગમે તે સ્ત્રી તૈયાર થઈ જાય.” ચંદ્રાવતીએ પિતાને ઉભરે ઠલવ્યો. તે - બપોર થતાં ચંદ્રાવતીએ મસ્તક મુંડાવ્યું, કેશકલાપ ઉખેડીને ફેંકી દીધો, મહોઢા ઉપર મેશ ભુંસી અને અંગે ઉકરડામાંથી આણેલાં ગંધાતાં ચીંથરાં વીટાળ્યાં. પછી એક ગધેડા ઉપર બેસી શંકરની રાહ જોતી ઘરની બહાર ઉભી રહી. લોકોનાં ટોળેટેળાં આ શંકર અને ચંદ્રાવતીને વિવાહ જેવા એકઠાં થઈ ગયાં. તેઓ અંદર અંદર વાર્તાલાપ કરી ચંદ્રાવતીના સૌભાગ્યના વખાણ કરવા લાગ્યા, સ્ત્રીઓ પણ ચંદ્રાવતીના સદભાગ્ય પ્રત્યે ઈર્ષોની નજરથી નિહાળવા લાગી. યથાસમયે શિવસ્વરૂપધારી અંબડ ત્યાં આવી પહોંચે. લેકોના ટોળાએ તેને અભિવંદન કરી હર્ષ ધ્વની કર્યા. હવે ઘડી–બે ઘડીની અંદર મહાદેવજી આ ચંદ્રાવતીને પિતાના પડખામાં લઈ આકાશમાગે કૈલાસ તરફ ઉડી જશે એવી સે કોઈએ કલ્પના કરી. ' ' - ચંદ્રાવતીનો ગર્વ આજે નિરંકુશ હતો. સાક્ષાત્ શંકર જેવા પિતાને પતિ મળશે એ અભિમાનથી તે પોતાના દેહનું પણ ભાન ભૂલી ગઈ હતી. એટલામાં લોકોના અસાધારણ ટેળાને લીધે છે કે દેવસંગને લીધે હે ચંદ્રાવતીની સવારી માટે આણેલો ગર્દભ ભડક અને ચંદ્રાવતીને નીચે પટકી ત્રણ-ચાર પાદપ્રહાર પણ કરી વાળ્યા. પ્રેક્ષકોમાંના કેટલાક આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust