________________ - - ( 23 ) ગણાય! આપ મને પરણને શી રીતે સુખી થશો? અને હું આપને ગ્ય.પણ શી રીતે બની શકું?” “સુખી થઈશ કે નહીં તે જોવાનું કામ મારું પિતાનું છે. તમે મારે એગ્ય શી રીતે બને તેના ઉપાય પણ મારી પાસે જ છે. જે તમે મને વરવાને રાજી હો તો જ એ ઉપાય બતાવું. આ ઉપાય એવા છે કે હરકોઈ માણસ અપવિત્ર મનુ ખ્યત્વમાંથી મુક્ત થઈ પરમ પવિત્ર દેવત્વને પ્રાપ્ત કરી લે.” શિવજીએ ચંદ્રાવતીના ગળામાં એક પછી એક મધલાળ મુકવા માંડી. - : , ; તો પછી આપ કહો તે પ્રમાણે કરવાને તૈયાર છું.” ચંદ્રાવતીએ નિખાલસપણે કબુલાત આપી. જે તમે મારે એગ્ય બનવા માગતા હો તે સે પ્રથમ તમારે તમારું મસ્તક મુંડાવી નાખવું પડશે. આ બારીક વસ્ત્રો અને કીમતી અલંકાને બદલે ફાટલાં તૂટલાં ને ગંધાતાં વસ્ત્રો પહેરવાં પડશે, હે ઉપર મેશ ભૂંસવી પડશે એટલું જ નહીં પણ બીજા કોઈ વાહન ઉપર ન બેસતાં ગધેડાની પીઠ ઉપર બેસી મારી પાસે આવવું પડશે. જો તમે આટલું કરી શકે તો જ તમારું પાણિગ્રહણ મારાથી થઈ શકે. કહે આટલી આકરી વિધિ કરી મારા થઈ શકશે.? " શિવજીએ ચંદ્રાવતીને બરાબર સકંજામાં લીધી. . ' “એમાં તે કઈ મોટી વાત છે? આપની એકેએક આજ્ઞા પાળવા આપની આ દાસી તૈયાર છે. શિવજીની પત્ની થવાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust