________________ ( રર ) શિવે ગળગળા સ્વરમાં ઉત્તર આપેડ-હું સંસારનો ફકત્તા હર્તા છું એ વાત ખરી છે. પણ આજે મારે પોતાને માથે મહાન સંકટ આવી પડયું છે. હવે મારું શું થશે તેનો વિચાર કરતાં મારાથી રડ્યા વિના રહી જ શકાતું નથી. આ દુનીયામાં આજે મારા જેવો બીજો એક પણ જીવ દુ:ખી. નહીં હોય. એ દુઃખ ટાળવાને આજે તમારા વિના બીજું કોઈ જ શકિતવાન નથી. . . ચંદ્રાવતીનું આશ્ચર્ય વધતું જ ચાલ્યું, તે બોલી –હે. મહાનાથ ! પહેલાં આપનું દુ:ખ કહે. મારાથી એ દુ:ખ જે દૂર થઈ શકે તેમ હોય તો હું મારું સર્વરવ આપના ચરણમાં ધરી દઈશ. " . . . . . . . ' ' ' ' શિવે પિતાના દુઃખને ખુલાસો કરતાં કહ્યું કે આજે મારી પ્રાણપ્રિયા પાર્વતી મને ત્યજી સદાને માટે ચાલી નીક ન્યાં! હવે પાર્વતીજી વિના જીવવું એ મને કડવું ઝેર જેવું થઈ પડયું છે.” એટલું કહેતા કહેતામાં શિવજી પુનઃ રડી પડયા. “પણ હવે તેને શો ઉપાય કરે તે મને સમજાવો.” ચંદ્રાવતીએ અતિ આકાંક્ષા સાથે પ્રશ્ન કર્યો. ... તેનો એકજ ઉપાય છે અને તે એ જ કે જે તમે મારી સાથે વિવાહ કરે તો હું બધાં સંકટથી છુટી જઉં.” શિવજીએ આબાદ તીર છોડયું. પણું હું એક પામર માનવી કયાં અને આપ સમર્થ દેવ કયાં ? માનવ જાત તો દેવો કરતાં સહસ્ત્ર ગણું મલીન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust