________________ ( ર ) પિતાના આંગણે આવ્યા છે એમ માની ચંદ્રાવતીએ તેમના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, અને ભક્તિથી ગદગદ્દ વાણીમાં કહ્યું કે –“હે પ્રભુ ! આપના પધારવાથી આજે મારૂં આંગણું પાવન થયું ! આપની મહતુ કૃપાથી મારે જન્મ સાર્થક થયે. એક સંસ્કૃત કાવ્યમાં કવિ કહે છે કે महातीर्थ महौषध्यो, महानाथ मुनीश्वरः। अल्प भाग्यवतां तेषां प्राप्ते दुर्लभ दर्शनं / / - મહાતીર્થ, મહેધી, મહાનાથ અને મુનીશ્વરનાં દર્શન તે કઈ મહાન પુણ્યશાળી કે ભાગ્યશાળી હોય તેને જ પ્રાપ્ત થાય. અભાગી કે અ૯૫ ભાગ્યશાળીને તેમનાં દર્શન થતાં નથી. હું મને આજે પરમ ભાગ્યશાલી માનું છું કે આપના જેવા વિશ્વના મહાદેવે પ્રત્યક્ષરૂપે મારે ત્યાં પધારી મને દર્શન દીધાં.” મહાદેવની સમિપે આ રીતે ભક્તિયુક્ત વચનો ઉચારી પિતાને આનંદ પ્રદર્શિત કરી રહી હતી એટલામાં જ મહાદેવે મહોટેથી રડવા માંડયું. ચંદ્રાવતી આ રૂદનને અર્થ ન સમજી શકી. તેણીએ બે હાથ જોડી કહ્યું કે –“પ્રભુ ! આપ તો આ સમસ્ત સંસારના પાલક, પિષક અને સંરક્ષક ગણુઓ છે ! આપની આજ્ઞા વિના વૃક્ષનું એક પાંદડું પણ ન ફરકે એવો તો આપને પ્રભાવ છે. પ્રાણીમાત્ર આપને કર્તા હર્તા માની આપની ઉપાસના કરે છે. છતાં આજે આપ આમ કેમ રૂદન કરી રહ્યા છો તે મારાથી નથી સમજાતું, " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust