________________ જ . : : ( 20 ) અંબડ–ક્ષત્રીયના વિનય-વિવેકથી સંતુષ્ટ થયેલા સૂર્યો. પ્રસન્ન થઇ અબડને એક સરસ વરદાન આપ્યું અને કહ્યું કે -" જા, તું આજથી અનંતજેતા થાય છે. કોઈ પણ નારીના કામબાણ તારૂં હૈયું નહીં વીંધી શકે.” આવા અયાચિત અને અણધાર્યા વરદાનથી અબડને. પાર વિનાનો આનંદ થયે. તે ફરી ફરીને સૂર્યને શતશઃ ધન્યવાદ આપવા લાગ્યા. પછી તે સૂર્યે પણ ભારે પ્રસન્ન થઈ આકાશગામિની અને ઇંદ્રજાતિની એમ બે વિદ્યાઓ તેને આપી. એટલું જ નહીં પણ સૂર્યની આજ્ઞાથી નાગડે, શતશર્કર વૃક્ષનું ફળ કે જેને માટે તે આખી પૃથ્વી ફરવા જીવના જોખમે નીકળ્યો હતો તે પણ લાવી તેના હાથમાં મૂક્યું. સૂયે કહ્યું કે –“આ ફળને મહિમા લગભગ દરેક દેવ અને મનુષ્યને પણ સુપરિચિત છે. જેની પાસે આ ફળ હોય તે કઈ દિવસ પણ દુઃખી ન થાય. તું આ ફળ તારી પાસે રાખજે અને ધર્મ તથા પરોપકારનાં કાર્ય કરી જીવ્યું સાર્થક કરજે.” 1 - નાગડ અને સૂર્ય ઉભયનો આભાર માની તે પિતાપુત્રની મદદથી અંબડ ભૂમિ ઉપર આવી પહોંચે. સૂર્યદેવે પ્રસન્ન થઈ આપેલી મહા વિદ્યાઓની પણ તેણે સારી પેઠે સાધના કરી લીધી. પછી, ઈદ્રાલ વિદ્યાની સહાયથી અંબડે સાક્ષાત ઈશ્વરનું રૂપ લીધું અને એ ઇશ્વરના રૂપમાં જ તેણે ચંદ્રાવતીના ઘેર આવી દર્શન આપ્યાં. પ્રત્યક્ષ શંકર–મહાદેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust